• Home
  • News
  • લખીમપુર ખીરી ખેડૂતોને કચડી નાખતો VIDEO આવ્યો સામે, કોંગ્રેસે કર્યા પ્રહાર
post

વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 11:28:27

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે વિરોધ કરનારા ખેડૂતોનો એક નવો વીડિયો (Lakhimpur Kheri new viral video) સામે આવ્યો છે જોનાથી ફરી એકવાર બબાલ થઇ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે પૂરઝડપે આવી રહેલી એક જીપે ટક્કર માર્યા બાદ કેટલાક ખેડૂતો જમીન પર પટકાયા હતા, જ્યારે કેટલાક બચવા માટે આમ તેમ દોડતા જોવા મળ્યા હતા.

વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. યુપી કોંગ્રેસ (uttar pradesh congress) અને આપ સાંસદ સંજય સિંહ (sanjay singh) સહિત તમામ નેતાઓએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ખેડૂતો હાથમાં વાવટા લઈને આગળ વધી રહ્યા છે. ત્યારે પાછળથી એક જીપ આવે છે અને ઘણા લોકોને કચડી નાખે છે. એક SUV કાર પણ જીપની પાછળ બહાર આવતી જોઈ શકાય છે. ઝડપભેર જીપ અથડાતા અનેક લોકો ઘાયલ થયા હતા. એક વૃદ્ધ જીપ સાથે અથડાયા બાદ તે બોનેટ પર ફંગાળાય છે અને પછી જમીન પર પડે છે. અચાનક બનેલી ઘટનાથી સ્થળ પર ગભરાટ ફેલાયો હતો. કોઈ કંઈ સમજી શક્યું નહીં કે શું થઇ રહ્યુ છે.

આ વીડિયો સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત ઘણા નેતાઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે પોલીસે આ વીડિયોની પુષ્ટિ કરી નથી.

આપ નેતા સંજય સિંહે લખ્યું કે વધુ કેટલા પુરાવા જોઈએ છે?

કોંગ્રેસે વીડિયોને લઇને મોદી પર સાધ્યું નિશાન

આ વીડિયો યુપી કોંગ્રેસના હેન્ડલ પરથી પણ ટ્વીટ કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે, કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું હતું કે ન તો કોઈ ખેડૂત ઉપદ્રવ મચાવી રહ્યા હતા, કે ન તો વાહન પર પથ્થરમારો કરી રહ્યા હતા. મંત્રીનો પુત્ર તેના પિતાના આદેશનું પાલન કરી રહ્યો હતો. પાછળથી જીપમાં સવાર થઇને આવીને ખેડૂતોને નિર્દયતાથી કચડી રહ્યો હતો. હવે બધું સામે છે. શરમ કરો નરેન્દ્ર મોદી.

adv

Related News

post
post
post
post
post
post
post