• Home
  • News
  • એક વર્ષમાં રૂપિયો એશિયાના 49 દેશોમાં ત્રીજી સૌથી નબળી કરન્સી બની ગયો
post

ડૉલર સામે રૂપિયો 2 ટકા તૂટ્યો અને એશિયામાં માત્ર પાકિસ્તાન, દ. કોરિયા સામે રૂપિયો મજબૂત

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 08:27:23

નવી દિલ્હી: આર્થિક વિકાસદરમાં ઝડપી ઘટાડો અને વધતા ફુગાવાને પગલે દેશની કરન્સી રૂપિયા પર નકારાત્મક અસર થઈ છે. છેલ્લા એક વર્ષમાં રૂપિયો ડૉલર સામે 2 ટકા તૂટી એશિયાની ત્રીજા નંબરની સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સી બની છે. પાકિસ્તાન અને દક્ષિણ કોરિયાની કરન્સીએ ગાળામાં રૂપિયા કરતાં વધુ ખરાબ પ્રદર્શન આપ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી, 2019થી માંડી અત્યાર સુધી રૂપિયો ડૉલર સામે 2 ટકા તૂટ્યો છે. જ્યારે થાઈલેન્ડની કરન્સી બાથ 6.3 ટકા, મલેશિયાની કરન્સી રિનગિટ 1.5 ટકા અને ફિલિપાઈન્સની પેસો 3 ટકા સુધરી છે. ચીનની કરન્સી યુઆન પણ રૂપિયા કરતાં ઘટ્યો છે. પરંતુ ગત એક વર્ષમાં ડૉલર સામે યુઆન 0.4 ટકા ઘટ્યો છે. નિષ્ણાત ભારતીય ઈકોનોમીના ગ્રોથમાં અપેક્ષા કરતાં વધુ ઘટાડો નોંધાવાથી રૂપિયો તૂટી રહ્યો હોવાનુ જણાવી રહ્યા છે.
બાંગ્લાદેશનો ટાકા ભારતીય રૂપિયા કરતાં સારું પ્રદર્શન આપી રહ્યો છે.


આંકડાઓ અનુસાર, છેલ્લા એક વર્ષમાં બાંગ્લાદેશની કરન્સી ટાકા ભારતીય રૂપિયા કરતાં વધુ સારૂ પ્રદર્શન કરી રહી છે. ડૉલર સામે ટાકા 12 મહિનામાં 1.5 ટકા ઘટ્યો છે. જ્યારે રૂપિયો 2 ટકા ઘટ્યો છે. ટાકાએ રૂપિયા સામે 100 બેઝિસ પોઈન્ટ સારૂ પરફોર્મન્સ આપ્યુ છે. અર્થવ્યવસ્થાએ અન્ય માપદંડોના ગ્રોથ મામલે બાંગ્લાદેશ ભારતને પડકારી રહ્યુ છે.


પાકિસ્તાની રૂપિયો 1 વર્ષમાં સૌથી ખરાબ પરફોર્મર રહ્યો
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની રૂપિયો જાન્યુઆરી, 2019થી માંડી અત્યારસુધી સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સી રહી છે. છેલ્લા 12 મહિનામાં ડૉલર સામે રૂપિયો 9.5 ટકા ઘટ્યો છે. ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો 154.4 આસપાસ છે. ગતવર્ષે 139.8 હતો. દક્ષિણ કોરિયાની વોન કરન્સી 5 ટકા તૂટી 1167.1 પર પહોંચી છે.


છેલ્લા 10માંથી 8 વર્ષ ડૉલર સામે રૂપિયો નબળો રહ્યો
માત્ર 2019 નહીં ભારતીય રૂપિયો છેલ્લા 8 વર્ષથી તૂટી રહ્યો છે. 2018માં રૂપિયો 8 ટકા તૂટ્યો હતો. છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષમાંથી ચારમાં ડૉલર સામે રૂપિયો તૂટ્યો હતો. જ્યારે છેલ્લા 10 વર્ષમાં આઠ વખત ખરાબ પ્રદર્શન આપ્યુ છે. 2020-21 માટે ઈકોનોમીમાં ઝાઝો ગ્રોથ જણાતો નથી. તેથી રૂપિયાનુ નબળુ વલણ કાયમ રહેવાની દહેશત છે.


રૂપિયો નબળો થવાથી આપણું નુકસાન

·         રૂપિયો નબળો થવાથી આયાત કરવું મોંઘુ થઇ રહ્યું છે

·         તેલ આયાત પણ મોંઘી પડી રહી છે

·         તેલ મોંઘું થવાથી શાકભાજીથી લઇ ઘણી વસ્તુઓ મોંઘી થશે.

·         વિદેશ જવા માટે પણ ખિસ્સા પર વધુ ભાર પડશે

·         કોમ્પ્યુટર્સ, સ્માર્ટ ફોન અને કાર મોંઘી થઇ રહી છે

 

ફાયદો
નિકાસકારોને ફાયદો. નિકાસથી આવક વધશે.
ખાસ કરીને આઇ.ટી., ફાર્મા કંપનીઓ રૂપિયો નબળો થતા ફાયદો થઇ રહ્યો છે.



એક્સપર્ટ વ્યૂ: લેહમેન સંકટ સમયે આવું થયું હતું, બધું સારું થઇ જશે
સી ચોકલિંગમ, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, ઈક્વિનોમિક્સ રિસર્ચ એન્ડ એડવાઈઝરી સર્વિસિઝના જણાવ્યા અનુસાર કો દેશની કરન્સી તેના દેશની અર્થવ્યવસ્થા સાથે મજબૂત સંબંધ ધરાવે છે. ભારતનો જીડીપી ગ્રોથ વર્ષના તળિયે છે. જેની રૂપિયા પર અસર થઈ છે. તેઓએ જણાવ્યુ છે કે, 2019માં ઈક્વિટી અને ડેટ માર્કેટમાં 2000 કરોડનું વિદેશી રોકાણ નોંધાયુ છે. તેમ છતાં રૂપિયામાં ઘટાડાનું વલણ રહ્યુ છે. વિદેશી રોકાણ વધતાં રૂપિયાની સ્થિતિ વધુ કથળી નથી. 2008માં લેહમેન સંકટમાં રૂપિયો 20 % સુધી તૂટ્યો હતો. ગત સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ દેશમાં મૂડી પ્રવાહ વધ્યો છે. જેથી શેરમાર્કેટમાં તેજી નોંધાઈ છે.

આપણા માટે 100 રૂપિયા છે પણ એમના માટે

ચીનના

9.7 યુઆન

ઇઝરાઇલના

4.8 શેકલ

કુવૈતના

0.43 દીનાર

મલેશિયાના

5.7 રીન્ગીટ

ફિલિપાઇન્સના

71.41 પેસો

થાઇલેન્ડના

42.81 બ્હાટ

તુર્કના

8.3 લીરા

સાઉદીના

5.26 રીયાલ

યુ...ના

5.15 દીરહામ

ઓમાનના

0.54 રીયાલ

adv

Related News

post
post
post
post
post
post
post