• Home
  • News
  • રાજકોટમાં જે.પી.નડ્ડા આકરા પાણીએ:વિપક્ષ પર ચાબખાં મારતા કહ્યું: 'કોંગ્રેસ તો ભાઈ-બહેનની પાર્ટી છે, શિવસેના પરિવારવાદને કારણે જ તૂટી'
post

સી.આર.પાટીલે AAP પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,કેટલાક લોકો બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 18:56:13

ચૂંટણીના ઢોલ ઢબૂકતાં જ તમામ રાજકીય પક્ષોના નેતાઓ ગુજરાત ઘૂમી રહ્યાં છે અને તેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા આજે રાજકોટ આવ્યા હતા.જ્યાં તેમણે સભાને સંબોધી વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આજે રાજકારણમાં પરિવારવાદ આવી ગયો છે. દીકરો જનમ્યો તો યુથ દિવસ અને દીકરી જન્મી તો મહિલા દિવસ, તમારા પરિવારમાં જે રીતે સંતાનોના જન્મ થાય તે મુજબ દિવસો ઉજવવાના ? શિવસેના તૂટી શા કારણે ? પરિવારવાદને કારણે... કોંગ્રેસ પરિવાર વાદની પાર્ટી છે. આ કોંગ્રેસ નહીં ભાઈ-બહેનની પાર્ટી છે.અમે ખુરશી પર બેસવા નથી આવ્યા, અમે સત્તા હાંસલ કરવા નથી આવ્યા. અમારું લક્ષ્ય છે ગુજરાતનો વિકાસ, અમે આ લક્ષ્ય સાથે રાજકારણમાં આવ્યા છીએ. કારણ કે સેવા અમારૂ માધ્યમ છે.

માત્ર રાજકોટમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ સાકાર થયો છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વિકસાવવા માટે PM મોદી પાસે રજૂઆત કરવા હું રૂપાણી સાથે ગયો હતો. અને હવે દુનિયાના નકશામાં ગુજરાતનો વિકાસ ઉડીને દેખાય રહ્યો છે.દેશના 6 શહેર પૈકી માત્ર રાજકોટમાં લાઇટહાઉસ પ્રોજેક્ટ સાકાર થયો છે, આ ગુજરાતનો વિકાસ છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં જીત મેળવી છે. આજેચારેય બાજુ કમળની જીત થવા પામી છે. કરોડો કાર્યકર્તાની મહેનત કારણે જીત મેળવી છે. આપણે આ જ કરવાનું છે. માત્ર રાજનીતિ નહિ પરંતુ લોકોની સેવા પણ કરવાની છે. દેશની દેખરેખ પણ રાખવાની છે.

તમે વેક્સિન લઈને તેમન સૂત્રને સાકાર કર્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિનો આભાર. આજે રાજકોટ આવવાનો મને મોકો મળ્યો બધાનો હું આભારી છું. સૌરાષ્ટ્ર સંતો અને સાવજની ભૂમિ છે, હું આ ભૂમિને નમન કરું છું.કોરોના કાળમાં અન્ય પાર્ટીના લોકો આઇસોલેટ થયા હતા આ સમયે આપ બધા લોકો વચ્ચે હતા માટે અભિનંદન આપું છું. માનવતા સેવા કરવાનું અમારું મુખ્ય સૂત્ર છે. સેવા હી સંગઠનના સૂત્રને આગળ વધારવામાં આવ્યું છે. વેક્સિનનો ફાયદો જણાવતા કહ્યું હતું કે, વેક્સિનેશન અભિયાન પર મજાક બનાવવામાં આવતી હતી. છતાં PM મોદી લક્ષ્ય થી હટ્યા વગર 9 મહિનામાં બે-બે ડોઝ લોકો ને આપવામાં આવ્યા અને તમે વેક્સિન લઈને તેમના સૂત્રને સાકાર કર્યું છે.

આ માટે કાર્યકર્તાને અને પ્રતિનિધિઓને અભિનંદન આપું છું
જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં અનેક રોગો આવ્યા દવા વર્ષો પછી મળી હતું પણ કોંગ્રેસ અમને વખોડે છે ત્યારે હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે મોદીએ કોરોના સ્વદેશી વેક્સીન 9 મહિનામાં લોકોને પહોંચાડી છે. ભાજપે હંમેશા જીત હાંસલ કરી છે. અમે 303 લોકસભા બેઠક આપણે જીતી છે. ગુજરાતમાં 26 માંથી 26 લોકસભા જીતી છે. વિધાનસભા 182 માંથી 112 બેઠક મેળવી છે. રાજકોટ મનપા માં 72 માંથી 68 સીટ પર ભાજપ જીત મેળવી છે. જિલ્લા પંચાયત 979 માંથી 870 પર ભાજપની જીત થઈ છે અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ 4771 માંથી 3551 પર ભાજપની જીત થઈ છે. આ માટે કાર્યકર્તાને અને પ્રતિનિધિઓને અભિનંદન આપું છું.

જે.પી.નડ્ડાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું
નોંધનીય છે કે આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સ્ટેજ ઉપર જે.પી. નડ્ડા દ્વારા પૂર્વ CM વિજયભાઈ રૂપાણી, CM ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. આ જનપ્રતિનિધિ સંમેલનમાં શક્તિ પ્રદર્શન કરવા શહેરના કાર્યકરોને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે મહિલા મોરચો અને યુવા મોરચાના કાર્યકરો દ્વારા જે.પી.નડ્ડાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

કેટલાક લોકો બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે : CR
જેમાં સી.આર.પાટીલે AAP પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,કેટલાક લોકો બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે.કેટલાક લોકો વાત કરે છે રોજગારી આપીશું. મારે તેમને કહેવું છે આ એ ગુજરાત છે જ્યાં લોકો રોજગારી શોધતા આવે છે. ગુજરાતના લોકો પથ્થરમાંથી પાણી કાઢવાની તાકાત ધરાવનારા છે. ગુજરાતના લોકો ને રેવડીમાં રસ નથી. તેને આવી ખોટી રેવડીની ભેટ ન આપો. જેમની ડિપોઝિટ ડૂલ થઈ છે. તેઓ અહી જીતવાની વાત કરે છે


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફકત ગુજરાત નહિ પરંતુ દેશના તમામ નાગરિકો વિકાસ ઝંખે છે. કોરોનામાં લાખો કામ કરતા પર પ્રાંતીય ને રોટલો અને ઓટલો મળ્યો હતો. વિકાસ એટલે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર નહિ પરંતુ રોજગારીનું સર્જન ર્ક્યું છે. જેમની ડિપોઝિટ ડૂલ થઈ છે. તેઓ અહી જીતવાની વાત કરે છે. અને ગુજરાતની શાંત પાણીને ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપે 82 લાખ જેટલા પેજ સમિતિના સભ્યો બનાવ્યા છે. પેજ સમિતિના સભ્યોનું ધ્યાન રાખજો. આજે ધમધમતા તાપમાં બેઠા છો તે બદલ પાર્ટી વતી હું વંદન કરું છું.

કોંગ્રેસના MLA કેસરિયો ધારણ કરશે ?, વાઘાણીએ કહ્યું: 'ધન્યવાદ'
કોંગ્રેસથી નારાજ કેટલાક ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વધુ વેગવંતી બની છે અને આગામી તા.11ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં કોંગ્રેસના ચાર ધારાસભ્ય ભાજપમાં જોડાઇ જશે તેવો તખ્તો ગોઠવાઇ રહ્યો છે, વડાપ્રધાનની જાહેરસભામાં મોટો ધડાકો કરવાની ભાજપે તૈયારીઓ કરી દીધી છે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને જયારે દિવ્યભાસ્કર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે 'ધન્યવાદ' કહીને પોતાનું વકત્વ ટૂંકાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post