• Home
  • News
  • સૌરાષ્ટ્ર-નાસિકમાં કમોસમી વરસાદથી નાની ડુંગળીના ભાવ વધી રૂ.50થી 70
post

કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થતા ભાવ આસમાને પહોંચી ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-19 12:59:25

અમદાવાદ: કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થતા ભાવ આસમાને પહોંચી ગયા છે. વરસાદ લાંબો ખેંચાતા વાવેતર ન કરી શકાતા અંતે ડુંગળીનો પાક માર્કેટમાં ન આવી શકતા અત્યારે ડુંગળીના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. એપીએમસીમાં ડુંગળી પ્રતિ કિલો રૂ.50થી 110ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે તે જ ડુંગળી છૂટક બજારમાં 70થી 140ના ભાવે વેચાય છે.

દર વર્ષે નાસિ અને સૌરાષ્ટ્રની ડુંગળી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આવા લાગે છે પરંતુ ચોમાસું લાંબુ ખેંચાતા ડુંગળીનું વાવેતર થઇ શકયું નથી. જ્યારે સ્ટોકમાં રહેલી નાસિકની ડુંગળી વરસાદમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. બીજી તરફ ડુંગળીની આવક ઘટવા સાથે ડુંગળીની ક્વોલિટી પણ સારી ન હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યાં છે. ડુંગળીના વેપારી ધર્મેન્દ્ર સથવારે જણાવ્યું કે, ડુંગળી નાસિક અને સૌરાષ્ટ્રમાંથી આવે છે. વરસાદના કારણે ડુંગળી પલળી ગઈ છે. નાની ડુંગળી રૂ.50થી 70 જ્યારે મોટી ડુંગળી રૂ.100થી 110 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. નવી ડુંગળી આવતા હજી એક મહિના જેટલો સમય લાગશે. છૂટક બજારમાં અત્યારે સારી ડુંગળી ન હોવાથી નાની ડુંગળી રૂ. 70થી 80 પ્રતિ કિલો તેમજ મોટી ડુંગળી 80થી 100 પ્રતિ કિલો તેમજ સારી ક્વોલિટીની નાસિક ડુંગળી રૂ.100થી 140 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post