• Home
  • News
  • સાવધાન:વડોદરામાં રાત્રે સ્ત્રીવેશમાં શિકાર શોધતી પુરુષોની ટોળકીઃ નબીરાઓ ફસાય તો અંધારામાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બ્લેકમેઇલ કરે છે
post

લોકોને લલચાવી અપ્રાકૃતિક કૃત્ય, પોલીસે સ્ત્રી બનીને ફરતા 3 પુરુષોને પકડયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 09:54:34

સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક લોકો મહિલાઓના વેશ પરિધાન કરીને અપ્રાકૃતિક કૃત્ય કરવા માટે લોકોને લલચાવતા ત્રણ પુરુષોને ઝડપી પાડયા હતા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે તથા યુનિવર્સિટી મેઇન રોડ પર તથા વિટકોસ બસ સ્ટેશન પાસેના સુલભ શૌચાલય નજીક તથા કમાટી બાગ રોડ પર અને પ્રતાપગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓનો વેશ ધારણ કરી અપ્રાકૃતિક કૃત્ય માટે કેટલાક તત્વો લોકોને અને ખાસ કરીને નવજુવાનોને લલચાવતા હતા. લોકોને લલચાવ્યા બાદ અંધકારમય જગ્યાએ કે નજીકના સુલભ શૌચાલયમાં લઈ જઈ અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવે છે જો કોઈ નબીરો દેખાય તો બ્લેકમેલ પણ કરતા રહે છે.

પેટ્રોલિંગ દરમિયાન તપાસમાં ખુલાસો થયો
સયાજીગંજ પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે પ્રતાપગંજ પોલીસ ચોકીની સામે ખાડામાં ઉભા રહીને મહિલાના વેશમાં નિર્લજ્જ વર્તન કરી રહેલા રજનીકાંત કાનજીભાઈ પરમાર( રહે ડભોઇ)ને ઝડપી લીધો હતો. જ્યારે વિટકોસ બસ સ્ટેશન પાસે સુલભ શૌચાલય નજીક પણ પોલીસે તપાસ કરતા મહિલાઓના કપડા પહેરી આવતા-જતા લોકોને બિભત્સ ચેનચાળા કરી લલચાવી રહેલા પ્રવીણ મદનલાલ ઠાકોર (રહે.કિશનવાડી વુડાના મકાન) તથા બાલાજી આલાજી ગહેલોત (રહે શ્રીમ સોસાયટી વાસણા) ને ઝડપી પાડયા હતા.

હાઈવે પર લૂંટારુઓ સ્ત્રીનો વેશ પહેરી ડ્રાઇવરને લલચાવ્યા બાદ લૂંટી લે છે
શહેર નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર-8 પર પણ ઘણા સ્થળોએ રાત્રિના સમયે વાહન ચાલકોને સ્ત્રીનો વેશ પહેરીને ઉભા રહેલા તત્વો લલચાવે છે. થોડા સમય પહેલા હાઇવે નજીક બનેલા એક બનાવમાં એક ટ્રક ચાલક આ રીતે લલચાઈને પોતાની ટ્રક પાર્ક કરી નજીકના અંધકારભર્યા ખાડામાં જઈ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેને માર મારીને લૂંટી પણ લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ ઉપરાંત હાઈવે પર રાત્રીના સમયે પણ કેટલીક લલનાઓનો દેહવ્યાપાર પણ ચાલી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post