• Home
  • News
  • સુરતમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા 5 લોકો સાથેની કાર ધડાકાભેર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ધૂસી ગઈ
post

સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ લાલ બંગલોની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોય તે રીતે કારનો અકસ્માત સામે આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-24 19:48:13

સુરત: સુરતના ઉમરા વિસ્તારમા અજબ ઘટના સામે આવી હતી. લાલ બંગલોની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. જાણે રસ્તો ભૂલી ગઈ હોય તેમ કાર બેકાબૂ બનીને કોમ્પ્લેક્સના પાર્કિમાં ઘૂસી ગઈ હતી. કારમાં 5 લોકો સવાર પણ હતા. જો કે, સમયસર એરબેગ ખૂલી જતાં સદનસીબે બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

કાર બની બેકાબૂ
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ લાલ બંગલોની બાજુમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોય તે રીતે કારનો અકસ્માત સામે આવ્યો હતો. જેમાં કાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. કારના ડ્રાઇવરે કોઈ કારણસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઘડાકાભેર પહોંચી બેકાબૂ કારની ઘટના કોમ્પ્લેક્સના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, કાર અચાનક જ રસ્તો ભૂલી બિલ્ડિંગના પાર્કિંગમાં ઘૂસીને દીવાલ સાથે અથડાઈ જાય છે. કારના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો કે, પછી અન્ય કોઈ કારણસર કાર બેકાબૂ થઈ ગઈ તે જાણી શકાયું નથી.

એરબેગ ખૂલી જતાં સવાર સલામત
ધડાકાભેર કાર અથડાતા કારમાં મોટું નુકસાન થવા પામ્યું હતું. કારમાં રહેલી એરબેગ પણ ખૂલી ગઇ હતી. કાર રસ્તો ભૂલી કોમ્પલેક્ષમાં રહેલા વૃક્ષના કુંડામાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેને લઇ કારની સાથે સાથે કોમ્પ્લેક્સ અને પાર્કિંગમાં પણ મોટું નુકસાન થયું હતું. કારમાં આગળ અને પાછળ પરિવારના સભ્યો બેઠેલા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
ઘટના સોસાયટીના કોમ્પલેક્ષમાં જ બની હતી. કારમાં પરિવારના સભ્યો હતા. જેને લઇ આ ઘટનામાં કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ ઘટનાને પગલે સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા અને પરિવારને કારમાંથી બહાર કાઢવા મદદ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post