• Home
  • News
  • સુરતમાં નાણાંની લેતીદેતીમાં દુકાનમાં ઘૂસી જ્વેલરને ચપ્પુના ઘા મારી દોઢ કરોડના સોનાની લૂંટ
post

સોનુ ગીરવે મુકીને લીધેલા 1.5 કરોડ રૂપિયાના વિવાદમાં હુમલો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-07 12:04:58

સુરતના સરથાણામાં યોગી ચોક વિસ્તારમાં ગત 5 માર્ચના રોજ જ્વેલર્સની દુકાનનાં બે જુથો રૂપિયા માટે લડ્યા હતા. બંને જુથે એકબીજા પર હુમલો કર્યો હતો. એક જુથના ત્રણ ચપ્પુથી હુમલો કરી દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં લૂંટીને નાસી ગયા હતા. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ પણ નોંધી છે. હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સોનુ ગીરવે મૂકી રૂપિયા લીધા હતા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ અમરેલીના દેવાળિયા ગામનો ચેતન ધીરુભાઈ સુખડિયા હાલ સ્વાતિ સોસાયટીમાં જ્વેલરીનું કામ કરે છે. સરથાણાના યોગી ચોકમાં આવેલા સાંઈ પેલેસ બિલ્ડિંગમાં જોલી સન્સ નામથી જ્વેલરીની દુકાન છે. બીજી તરફ ભેસ્તાનમાં રિદ્ધી સિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતો વિક્રાંત જગદીશ જોષી ફાઈનાન્સનું કામ કરે છે. વરાછામાં હીરા બાગ પાસે આવેલા સારથી કોમ્પ્લેક્સમાં તેની જય અંબે ગૃપ નામની ફાઈનાન્સની ઓફિસ છે. આઠેક મહિલા પહેલા ચેતનને રૂપિયાની જરૂર હતી. તે વિક્રાંતને પહેલાથી ઓળખતો તેથી તેની હીરા બાગ પાસે આવેલી ઓફિસે જઈને 3100 ગ્રામ સોનાના ઘરેણાં ગીરવે મુકીને તેમની પાસેથી 1.5 કરોડ રૂપિયા ગોલ્ડ લોન પેટે વ્યાજે લીધા હતા. તે સમયસર હપ્તા પણ ભરતો હતો. 1.5 કરોડ રૂપિયા આપવાના બાકી હતા.

જ્વેલરીની દુકાનમાં ઘૂસી હુમલો કર્યો
6 માર્ચના રોજ સાંજે વિક્રાંત તેના મિત્રો આલોક, કૃણાલ ડોંડા અને બિરજુ ડોંડા સાથે ચેતનની યોગી ચોકમાં આવેલી જ્વેલરીની દુકાને ગયો હતો. તે સાથે ચેતને ગીરવે મુકેલા સોનાના ઘરેણાં પણ લઈ ગયો હતો. ત્યાં ચેતન ઉપરાંત ત્રણ અજાણ્યા હતા. તે સમયે વિક્રાંત અને ચેતન વચ્ચે રૂપિયાના કારણે મારામારી થઈ હતી. ચેતન તરફથી અજાણ્યાઓએ વિક્રાંતને ચપ્પુ માર્યું હતું.

બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી
કૃણાલ અને વિક્રાંતે ચેતનને માર માર્યો હતો. આ બાબતે ચેતને આરોપી વિક્રાંત, આલોક, કૃણાલ અને બીરજુ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં માર મારવાની ફરિયાદ આપી છે. તેની સામે વિક્રાંતે આરોપી ચેતન અને તેના ત્રણ અજાણ્યા સાગરિતો વિરુદ્ધ 3100 ગ્રામ સોનાના ઘરેણાં લૂંટીને નાસી જવાની ફરિયાદ આપી છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી છે.

રૂપિયા આપી દેવાનું કહ્યું છતાં હુમલો કર્યો
ચેતનને નાણાંની જરૂર પડતા વિક્રાંત પાસે લીધા હતા પણ વિક્રાંતને રૂપિયાની જરૂરત પડતા તે ચેતનને કહેતો હતો કે તેના બાકી રૂપિયા આપી જાય અને સોનુ છોડાવીને લઈ જાય. પરંતુ ચેતન પાસે રૂપિયાની વ્યવસ્થા ન હતી. તેથી તેણે કહ્યું કે, સોનુ કોઈ બેંકમાં મુકીને ગોલ્ડ લોન લઈને રૂપિયા આપી દેશે. આ માટે તેમની વાતચીત ચાલતી હતી. દરમિયાન આ ઘટના બની હતી.

adv

Related News

post
post
post
post
post
post
post