• Home
  • News
  • સાતપુડા પર્વતમાળાના વિસ્તારમાં 2 દિવસથી કાતિલ ઠંડી પડતાં ઝાકળનાં બિંદુ થીજીને બરફ બની ગયા
post

બે દિવસથી ડાબમાં કાશ્મીર જેવો માહોલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-11 10:20:44

ગુજરાતને અડીને આવેલા નંદુરબાર જિલ્લાના સાતપુડા પર્વતના અક્કલકૂવા તાલુકામાં હોલડાબ, વાલંબા ગામમાં લગાતાર બે દિવસથી વહેલી સવારે સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ઠંડીનું પ્રમાણ વધી જતાં ઝાકળનું રૂપાંતર બરફમાં થવાથી કડકડાટ ઠંડીને કારણે દાબ ગામ સહિત અક્કલકકૂવા, ધડગાંવ તાલુકાના ટોટલ 40થી 50 હજાર લોકોનું જનજીવન પ્રભાવિત થયું રહ્યું છે. નંદુરબાર જિલ્લાના સાતપુડાના 3 અને 4 નંબરના પર્વતોમાં લગાતાર બે દિવસથી બરફ તૈયાર થઈ રહ્યો છે. હાલ બરફને કારણે કાશ્મીર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મકાન, વાહનો, ખેતરમાં સવારે બરફ જામેલો જોવા મળે છે.

પાંચ દિવસથી આ વિસ્તારમાં 1થી 2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાબ ગામમાં બે દિવસથી બરફ જામેલો જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ દરરોજ બહાર જવાનું મુશ્કેલી પડે છે. નાનાં બાળકોની તબિયત ખરાબ રહી છે. ખેડૂતોના પાક પર બરફ જામતાં નુકસાન થઇ રહ્યું છે.

ડાબ ગામે ઉદય નદી નજીક વહેલી સવારે પડેલા ઝાકળ બરફમાં રૂપાંતર થઈ રહ્યું છે. હાલ બપોરે લોકોએ ખેતીકામ કરવાની નોબત આવી છે. ઘણાં વર્ષથી આ વિસ્તારમા શિયાળામાં ઝાકળનું રૂપાંતર બરફમાં થઇ રહ્યું છે. બિટપાડા ગામના વિસ્તારમાં ઘઉંના ખેતરમાં ઠંડીથી ઝાકળ બરફ થતાં જાણે બરફની ચાદર ઓઢી હોય એવું દૃશ્ય જોવા મળે છે.

બાળકો અને વૃદ્ધોને વધુ મુશ્કેલી
નંદુરબાર જિલ્લાના સાતપુડામાં 3 અને 4 નંબરના પર્વતોમાં ડાબ વિસ્તારમાં લગાતાર બે દિવસથી બરફની વર્ષા થઈ રહી છે, જેને કારણે ગામનાં નાનાં બાળકો સાથે વયોવૃદ્ધની તબિયત ખરાબ થઈ રહી છે. નાનાં બાળકોને શર્દી, ખાસી, અનેક પ્રકારની બીમારીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ વિસ્તારમા સારવાર માટે નજીક વ્યવસ્થા ન હોવાના કારણે સારવાર કરવા માટે મોટી મુશ્કેલી પડી રહી છે.

દિવસે પણ તાપણું કરવાની નોબત
ડાબ વિસ્તાર ઠંડીનો પ્રમાણ વધારે રહેવાને કારણે ગામના લોકોએ દિવસમાં પણ તાપણાંનો સહારો લેવો પડે છે.

ઠંડીને કારણે ડાબનું નામ હેલા ડબા પડ્યું
ડાબ ગામને હેલા ડબા કહેવામાં આવે છે. હેલા આ આદિવાસી શબ્દનો અર્થ છે કે ઠંડો. ડબા ગામનું નામ એના ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પડ્યું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં આદિવાસી સમાજની કુળદૈવી દેવમોગરા માતાએ હેલા ડબાની જાણકારી વૃદ્ધ વ્યક્તિએ આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post