• Home
  • News
  • કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં 1.99 લાખથી વધુ નવા કેસ નોંધાયા, જે પ્રથમ પીક કરતાં બેગણાથી પણ વધુ; એક્ટિવ કેસ આજે 15 લાખને પાર થઈ જશે
post

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 14.65 લાખ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 11:45:24

દેશમાં કોરોના મહામારીએ એક ભયંકર રૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 99 હજાર 376 નવા દર્દીઓ મળી આવ્યા છે. 93,418 સાજા થયા અને 1,037નું મોત નીપજ્યું. નવા કેસનો આંકડો ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ આવેલી પ્રથમ પીકથી બમણા કરતા વધારે થઈ ગયો છે. તે સમયે, એક દિવસમાં સૌથી વધુ 97,860 કેસ હતા. આ સાથે, એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 14 લાખ 65 હજાર 877 થઈ ગઈ છે. તે 15 લાખને પાર કરી શકે છે, કારણ કે છેલ્લા બે દિવસથી તેમાં એક લાખથી વધુનો વધારો થઈ રહ્યો છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

·         છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 1.99 લાખ

·         છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1,037

·         છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 93,418

·         અત્યાર સુધીમાં કુલ સંક્રમિત થઈ ચૂક્યા છે: 1.40 કરોડ

·         અત્યાર સુધી સાજા થયા: 1.24 કરોડ

·         અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 1.73 લાખ

·         હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 14.65 લાખ

યુપીમાં 20 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા
ઉત્તરપ્રદેશમાં હાલત કફોડી બની રહી છે. બુધવારે રાજ્યમાં નવા કોરોના દર્દીઓના બધા રેકોર્ડ તૂટી ગયા હતા. અહીં પ્રથમ વખત 24 કલાકમાં 20 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે. આ સંખ્યા 20,512 છે. 7 એપ્રિલના રોજ યુપીમાં 6,002 કેસ મળી આવ્યા હતા. 8 માર્ચે આ સંખ્યા માત્ર 101 હતી. આ પછી, અચાનક ઝડપથી વધારો થયો. હવે મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય હતું જ્યાં દરરોજ 20 હજારથી વધુ દર્દીઓ જોવા મળી રહેતા હતા.

રાજ્યમાં બુધવારે 4,517 દર્દીઓ સાજા થયા. આ દરમિયાન 67 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં કુલ કેસ સાડા સાત લાખની નજીક પહોંચી ગયો છે. આ મહામારીને કારણે 9,376 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં 1.11 લાખ એક્ટિવ કેસ છે. અહીં 83 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. દિલ્હીમાં પણ એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 17,282 કેસ નોંધાયા છે. અહીં 104 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ઉત્તરપ્રદેશમાં બેડ, વેન્ટિલેટરની અછત
UP
માં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરનું સંકટ સામે આવી રહ્યું છે. રાજ્યભરમાં રેમડેસિવિરના ઇન્જેક્શનની અછત ઉભી થઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ગુજરાતના અમદાવાદ પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શનના 25 હજાર ડોઝ માંગ્યા છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક અસરથી ઇન્જેક્શન સપ્લાય કરવા આદેશ આપ્યો છે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બંને હોમ આઇસોલેશનમાં સારવાર શરૂ કરી દીધી છે.

કોરોના અપડેટ્સ

·         ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર, સંકટોમોચન અને અન્નપૂર્ણા મંદિરની મુલાકાત લેનારા ભક્તોને કોરોના RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત છે. કમિશનરે જણાવ્યું હતું કે કોઈને નેગેટિવ રિપોર્ટ લાવ્યા વિના મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

·         ઝારખંડ સરકારે રાંચીમાં પરપ્રાંતિય મજૂરો માટે કંટ્રોલ રૂમ બનાવ્યો છે. મહારાષ્ટ્ર અને દિલ્હીથી આવતા કામદારોને અહીં મદદ કરવામાં આવી રહી છે.

·         કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને પહોંચી વળવા કેન્દ્ર સરકારે બુધવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર આ અઠવાડિયાના અંતથી આ ઇન્જેક્શનની કિંમત 3,500 રૂપિયા થઈ જશે. એટલું જ નહીં, એપ્રિલના અંતથી તેનું ઉત્પાદન પણ બમણું થઈ જશે. આ માટે, વધુ 6 કંપનીઓને તેનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

·         કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે બુધવારે CBSEના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો હતો. સરકારે 4 મેથી શરૂ થતાં ધોરણ 10 ની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને હાલના સમય માટે ધોરણ 12ની પરીક્ષા મુલતવી રાખી છે. સરકાર હવે 1 જૂને 12 ની પરીક્ષા અંગે નિર્ણય લેશે. જો પરીક્ષા લેવાનું નક્કી થશે, તો વિદ્યાર્થીઓને 15 દિવસનો સમય આપવામાં આવશે, એટલે કે, પરીક્ષા 15 જૂન પછી જ લેવામાં આવશે.

·         CBSEની પરીક્ષા મુલતવી રાખ્યાના થોડા કલાકો પછી રાજસ્થાન સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ રદ કરી દીધી છે. શિક્ષણ વિભાગે મુખ્યપ્રધાન અશોક ગેહલોત સમક્ષ આની દરખાસ્ત કરી હતી. તેઓએ તેને મંજૂરી આપી હતી. સરકારે ધોરણ 8, 9 અને 11 ના વિદ્યાર્થીઓને આગામી વર્ગમાં પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે.

·         મુખ્ય રાજયોની પરિસ્થિતી

·         1. મહારાષ્ટ્ર
બુધવારે અહીં 58,952 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 39,624 દર્દીઓ સ્વસ્થ થયા અને 278 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 35.78 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 29.05 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 58,804 ના મોત નીપજ્યાં છે. હાલમાં અહીં લગભગ 6.12 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

·         2. ઉત્તરપ્રદેશ
બુધવારે અહીં20,439 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 4,517 લોકો સ્વસ્થ થયા અને 67 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7.44 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.22 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,376 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 1.12 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

·         3. છત્તીસગઢ
બુધવારે રાજ્યના 14,250 લોકોને કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સમય દરમિયાન, 2,529 લોકો સાજા થયા અને 73 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.86 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. 1.18 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

·         4. દિલ્હી
બુધવારે રાજ્યમાં 17,282 લોકોને કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 9,952 લોકો સ્વસ્થ થયા અને 104 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.05 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,540 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 50,736 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

·         5. મધ્યપ્રદેશ
બુધવારે રાજ્યમાં 9,720 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. . 3,657 લોકો સાજા થયા અને 51 લોકોનાં મોત થયા હતા. અહીં સુધીમાં 3.63 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.09 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,312 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. 49,551 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

·         6. ગુજરાત
​​​​​​​રાજયમાં બુધવારે 7,410 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. 2,642 લોકો સાજા થયા અને 73 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં 3.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.23 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,995 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 39,250 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post