• Home
  • News
  • 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના ગ્રાન્ડ ફિનાલેમાં અચાનક જ કોરિયોગ્રાફરે શિલ્પા શેટ્ટીને ઊંચકી લીધી, એક્ટ્રેસ નવાઈમાં મૂકાઈ ગઈ
post

શિલ્પા શેટ્ટી રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-10 11:26:23

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં જ રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના ગ્રાન્ડ ફિનાલેમાં શિલ્પા શેટ્ટી રેપર બાદશાહ તથા ગીતકાર મનોજ મુંતશિકર સાથે જોવા મળી હતી. શિલ્પા હાલમાં 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'ને પ્રમોટ કરવા આવી હતી. 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર કોરિયોગ્રાફર ટેરેન્સે શિલ્પા શેટ્ટીને ઊંચકી લીધી હતી.

શોની ગ્રાન્ડ ફિનાલે આજે એટલે કે 9 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ થશે.

ગ્રાન્ડ ફિનાલેમાં સ્પર્ધકોના ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળે છે. શિલ્પા તથા બાદશાહ સહિત અન્ય જજીસ સ્પર્ધકોને ચિઅર કરતાં જોવા મળે છે. આ દરમિયાન શિલ્પાએ ડાન્સર ધર્મેશ સાથે 'ચૂરા કે દિલ મેરા..' પર ડાન્સ કર્યો હતો.

અચાનક ટેરેન્સે શિલ્પાને ઊંચકી લીધી
હોસ્ટ મનીષ પોલ 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2'ના જજ ટેરેન્સ તથા શિલ્પા સાથે વાત કરતો હતો. ત્યારે અચાનક જ ટેરેન્સે શિલ્પાને ઊંચકી લીધી હતી. શિલ્પા આ જોઈને એકદમ નવાઈમાં મૂકાઈ ગઈ હતી.

મલાઈકા અરોરા ગ્રાન્ડ ફિનાલેમાં જોવા ના મળી
ટેરેન્સ, મલાઈકા અરોરા તથા ગીતા કપૂર 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2'ના જજ હતા. ગીતા તથા ટેરેન્સ ગ્રાન્ડ ફિનાલેમાં જોવા મળે છે. જોકે, મલાઈકા મિસિંગ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મલાઈકાની તબિયત સારી ના હોવાથી તે ગ્રાન્ડ ફિનાલેમાં હાજર રહી નહોતી. ટેરેન્સરે શોના પ્રોડ્યૂસર રણજીત ઠાકુર તથા ગીતા સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેણે સેટ પર મલાઈકાને મિસ કરી હતી.

શિલ્પા પતિ સાથે શિરડી ગઈ હતી
રાજ કુંદ્રા ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં ફસાયો હતો, ત્યારથી શિલ્પાએ સોશિયલ મીડિયામાં પતિ સાથેની તસવીર શૅર કરી નહોતી. નવા વર્ષે શિલ્પાએ પતિ સાથેની તસવીર શૅર કરી હતી. બંને શિરડીમાં સાઈબાબાના દર્શન કર્યા હતા.

આ પહેલાં રિચર્ડ ગેર તથા સાધુની કિસે વિવાદ સર્જ્યો હતો
2007
માં AIDS (હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ ઇન્ફેક્શન એન્ડ એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ) અવેરનેસ કેમ્પેઇનમાં હોલિવૂડ સ્ટાર રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને ગાલ પર કિસ કરી હતી. આનો તે સમયે ઘણો જ વિવાદ થયો હતો. 26 એપ્રિલ, 2007ના રોજ રાજસ્થાન કોર્ટે શિલ્પા શેટ્ટી તથા રિચર્ડ ગેર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. જોકે, પછીથી સુપ્રીમ કોર્ટે આ કેસ રદ્દબાતલ કર્યો હતો.

2009માં શિલ્પા શેટ્ટી મુંબઈના પવઈના સુવર્મા મંદિરમાં દર્શન માટે ગઈ હતી. આ મંદિરના એક સાધુએ શિલ્પાને ગળે લગાવીને કિસ કરી હતી. આ તસવીર વાઇરલ થઈ હતી અને દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. શિલ્પાએ કહ્યું હતું કે તે સાધુ તેની પિતાની ઉંમરના છે. કોઈ પિતા પોતાની દીકરીને ગાલ પર કિસ પણ ના કરી શકે?

 

adv

Related News

post
post
post
post
post
post
post