• Home
  • News
  • SVPમાં દર્દીનો પહેલા માળે પાઇપથી ઉતરી ભાગવા પ્રયાસ
post

દર્દીને ચાર દિવસ ICUમાં રાખ્યા બાદ વોર્ડમાં ટ્રાન્સફર કરાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 09:01:51

અમદાવાદ: અકસ્માત બાદ માથામાં ઇજા થતાં એસવીપીમાં દાખલ કરાયેલાં દર્દીએ ગુરુવારે સવારે પહેલા માળેથી કુદવાનો પ્રયાસ કરતાં નાસભાગ મચી હતી. જો કે, સિક્યુરિટીએ પાઇપ પર ચઢેલા દર્દીને ભારે જહેમત પછી નીચે ઉતાર્યો હતો.


યુવાનને માથામાં ફ્રેકચર થવાની સાથે મગજમાં પણ ઇજા થઇ હતી
ચાર દિવસ ICUમાં રાખ્યા બાદ વોર્ડમાં ટ્રાન્સફર કરાયો હતો, પાઇપથી નીચે ઉતરતા બચાવી લેવાયો


હોસ્પિટલનાં આધારભૂત સુત્રોનાં જણાવ્યા મુજબ, ગત 13 જાન્યુઆરી, 2020નાં રોજ ધોળકામાં પ્રકાશ ગાંધીના નામના યુવાનનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. ઘટનામાં યુવાનને માથામાં ફ્રેકચર થવાની સાથે મગજમાં પણ ઇજા થઇ હતી. જેથી તેને તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં લવાયો હતો. હોસ્પિટલમાં દર્દીની એકસ-રે અને સીટી સ્કેન સહિતની તપાસ કર્યા બાદ યુવાનને હોસ્પિટલનાં પાંચમા માળે આવેલા આઇસીયુમાં દાખલ કરાયો હતો. આઇસીયુમાં યુવાનની ચાર દિવસ સારવાર કર્યા બાદ તેને વોર્ડમાં સિફ્ટ કરાયો હતો.

સિક્યોરિટી સ્ટાફે બચાવી લીધો
ગુરુવારે સવારે 9.00 વાગ્યાની આસપાસ દર્દી સ્ટાફની નજર ચુકવીને પહેલા માળે આવી ગયું હતું. તેમજ હોસ્પિટલનાં પાછળનાં ભાગે એનએચએલ મેડિકલ કોલેજને જોડતા ઓવરબ્રિજ ઉપર પહોંચી ગયો હતો, અને ત્યાંથી ફાયરની પાઇપ ઉપર ચઢીને નીચે ઉતરવાનો પ્રયાસ કરતા સિક્યોરિટી સ્ટાફે તેને બચાવી લીધો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post