• Home
  • News
  • ઉત્તર પ્રદેશની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 39 ટકા ઉમેદવારો કરોડપતિ
post

સપાના સૌથી વધુ બાવન, ભાજપના 48, બસપાના 46, કોંગ્રેસના 29 અને આપના 18 ઉમેદવારો કરોડપતિ

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 15:21:49

નોઇડા : ઉત્તર પ્રદેશમાં 20 ફેબુ્રઆરીએ ત્રીજા તબક્કાની ચૂંટણી થવાની છે. જેમાં 59 બેઠકો માટે મતદાન થશે. આ તબક્કા માટે સપાના 59માંથી 52 ઉમેદવારો પાસે એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. જ્યારે ભાજપના 48 ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધારે છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

બહુજન સમાજ પાર્ટીના 46, કોંગ્રેસના 29 અને આમ આદમી પાર્ટીના 18 ઉમેદવારો પાસે એક કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે તેમ ઉત્તર પ્રદેશ ઇલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

યુપી ઇલેક્શન વોચ અને એડીઆરએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 20 ફેબુ્આરીએ થનારી ચૂંટણીમાં ઉભા રહેલા 627 પૈકી 623 ઉમેદવારોના એફિડેવિટનોે અભ્યાસ કર્યો છે. બાકીના ચાર ઉમેદવારોના એફિડેવિટ અધૂરા છે આૃથવા તેમનું સ્કેનિંગ બરાબર રીતે કરવામાં આવ્યું નથી.

આ અહેવાલ અનુસાર કુલ 245 ઉમેદવારો એટલે કે 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે.આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોટા ભાગના રાજકીય પક્ષો ધનિક ઉમેદવારોને ટિકિટ આપી રહ્યાં છે જેના પરથી પુરવાર થાય છે કે આપણી ચૂંટણીઓમાં પૈસાનું જોર કેટલું વધી ગયું છે.

ઉત્તર પ્રદેશની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં સૌથી ધનિક ઉમેદવાર સપાના યશપાલ સિંહ યાદવ છે. જેમની સંપત્તિ 70 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. તેઓ ઝાંસીમાં બાબિના બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. યશપાલ સિંહ પછી કોંગ્રેસના અજય કપૂર પાસે 69 કરોડ રૂપિયા અને કોંગ્રેસના જ પ્રમોદ કુમાર પાસે 45 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અજય કપૂર કિદવાઇ નગર જ્યારે પ્રમોદ કુમાર આર્યનગર બ્ઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post