• Home
  • News
  • યુએઈમાં ભારતીય પ્રવાસીઓને મળશે નવી ડિઝાઇન ધરાવતો વધુ સુરક્ષિત પાસપોર્ટ
post

પાસપોર્ટની ડિઝાઇનમાં સુરક્ષા અને મજબૂતીનો વધુ ખ્યાલ રખાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:19:30

સંયુક્ત આરબ અમિરાતમાં ભારતીય પ્રવાસીઓને હવે નવી ડિઝાઇન ધરાવતો ભારતીય પાસપોર્ટ આપવામાં આવશે. તે પાસપોર્ટ પહેલાં કરતાં વધુ સુરક્ષિત વિશેષતા ધરાવતો હશે. અહેવાલમાં જણાવ્યા મુજબ નવા પાસપોર્ટ માટે અરજી કરતાં કે જૂના પાસપોર્ટને રિન્યૂ કરવા માટે અરજી કરતાં હવે નવી ડિઝાઇન ધરાવતો પાસપોર્ટ મળશે. દુબઇ ખાતેના ભારતીય કોન્સ્યુલેટે આ અહેવાલને સમર્થન આપતાં જણાવ્યું હતું કે નવી ડિઝાઇન સાથે નિયમિત પાસપોર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે સ્ટોક પૂરો થવા સુધી ૬૦ પાનાનો જૂનો પાસપોર્ટ પણ જારી કરવામાં આવશે. નાગરિકોને જારી થતા નિયમિત પાસપોર્ટની નવી ડિઝાઇન ભારતીય મંત્રાલય દ્વારા રજૂ થઇ હતી. અધિકારીએ એમ પણ જણાવ્યું કે પાસપોર્ટ સાથે બુક જારી કરવાનું શરૃ કરી દીધું છે.

એમ્બેડેડ ચિપ સાથે ઇ-પાસપોર્ટ યુએઇમાં હજી પાસપોર્ટ જારી નથી થયો. નવા ભારતીય પાસપોર્ટમાં માત્ર ઔડિઝાઇન અને મજબૂતીને ધ્યાને રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મજબૂતી વધારવામાં આવી છે અને સુરક્ષા પણ વધારવામાં આવી છે. નવી ડિઝાઇનમાં રિવર્સ સ્ટીચિંગનો ઉપયોગ થયો છે. કવરનો રંગ હજી પણ નીલો છે. કવર ઉપર રિપબ્લિક ઓફ ઇન્ડિયાપહેલાં કરતાં મોટા અક્ષરે લખાયેલું છે.

પહેલાં કરતાં સુરક્ષિત પાસપોર્ટ । નવી ડિઝાઇનમાં પાસપોર્ટનું પ્રથમ પેજ પહેલાં જેવું નથી. નવા પાસપોર્ટમાં માત્ર ૩૬ પેજ છે અને તમામ પેજ પર પાસપોર્ટ નંબર લખેલો છે. પાસપોર્ટ પર અરજદારની ઘોસ્ટ તસવીર લાગેલી હશે, તેને કારણે છેતરપિંડી અટકશે. પાનાની કિનાર પર આઇએનડીલખેલું હશે. પાનાને એક સાથે જોડતાં જ તે વાંચી શકાશે.

adv

Related News

post
post
post
post
post
post
post