• Home
  • News
  • ઇન્કમટેક્સમાં છૂટની મર્યાદા 6.5 લાખ, સ્લેબ 3ને બદલે 4 થઇ શકે
post

પગારમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને 60,000 થવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 08:56:33

નવી દિલ્હી: માગમાં ઉછાળો લાવવા અને અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર પગારદાર વર્ગને રાહત આપી શકે છે. તે મુજબ ઇન્કમટેક્સના સ્લેબ ત્રણને બદલે ચાર થવાની જાહેરાત થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં 2.5થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા માટે 10 ટકા ટેક્સની જાહેરાત કરી શકે તેવી શક્યતા. તેમજ 10થી 20 લાખની આવકવાળા માટે 20 ટકા, 20 લાખથી 2 કરોડવાળા માટે 30 ટકા અને ચોથો સ્લેબ 2 કરોડથી ઉપરની આવકવાળા માટે 35 ટકા થઇ શકે છે.

ઉપરાંત પગારમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50 હજારથી વધારી 60 હજાર રૂપિયા પણ થવાની સંભાવના છે. નાણા મંત્રાલયનાં સૂત્રો મુજબ લોકો ખર્ચ કરી રહ્યા નથી તેથી માગમાં વધારા માટે વ્યક્તિગત આવકવેરા અને માગ વધારનારી યોજના દ્વ્રારા ખર્ચ કરવા યોગ્ય આવક વધારવા અંગે સક્રિયતાથી વિચાર કરાઇ રહ્યો છે.


80
સી હેઠળ ટેક્સ છૂટ 2.5 લાખ થઇ શકે
આવકવેરાની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટની મર્યાદા પણ 2.5 લાખ થવાની સંભાવના છે. હાલ કલમ હેઠળ પીપીએફ અને એનએસસી સહિતના રોકાણમાં છૂટની મર્યાદા 1.5 લાખ છે. 2014થી કોઇ ફેરફાર થયો નથી. તેમજ એનએસસીમાં 50 હજાર સુધીના રોકાણ પર અલગથી છૂટ પણ આપી શકાય છે.


સંભવિત ટેક્સદર અને સ્લેબ
આવક ટકા
2.5
લાખ સુધી     0%
2.5
થી 10 લાખ     10%
10
થી 20 લાખ     20%
20
લાખથી 2 કરોડ 30%
2
કરોડથી વધુ       35%


હાલના સ્લેબ અને ટેક્સ દર
2.5
લાખ સુધી       0%
2.5
થી 5 લાખ       5%
5
થી 10 લાખ       20 %
10
થી વધુ           30 %

adv

Related News

post
post
post
post
post
post
post