• Home
  • News
  • IND vs SA T20 Series: વરસાદના લીધે રદ થઇ મેચ, 2-2 થી બરાબરી રહી સીરીઝ
post

ભારતીય ટીમ પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડીયાએ 3.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 28 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ કારણે મેચ રમાઇ શકી નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-20 10:31:38

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે 5 મેચોની ટી20 સીરીઝ 2-2 ની બરાબરી રહી. સીરીઝના અંતિમ મુકાબલો બેંગ્લોરમાં રમાવવાનો હતો. પરંતુ વરસાદના કારણે મેચ રદ થઇ ગઇ છે. આ મુકાબલામાં દક્ષિણ આફ્રીકાએ ટોસ જીતીને પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પહેલાં બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડીયાએ 3.3 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 28 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ કારણે મેચ રમાઇ શકી નથી. 

ટોસ હારીને પહેલાં પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી ભારતની ટીમે મેચ રદ થતાં પહેલાં 28 રન બનાવ્યા હતા. આ દરમિયના ઓપનર ઇશાન કિશને 7 બોલમા6 15 રન બનાવ્યા હતા. તેમણે 2 સિક્સર પણ ફટકારી હતે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ ઐય્યર ખાતુ ખોલાવ્યા વિના અણનમ રહ્યા હતા. જ્યારે ઋષભ પંત એક રન બનાવીને અણનમ રહ્યા. જોકે ત્યારબાદ વરસાદ પડવા લાગ્યો હતો. તેના લીધે મેચ રમાઇ શકી ન હતી. આ સેરીઝ 2-2 થી બરાબરી પર રહી. 
 

ઇશાનનો કમાલ
વરસાદ બાદ જેવો મુકાબલો શરૂ થયો તો ઇશાન કિશન ગરજવા લાગ્યા હતા. સાઉથ આફ્રીકા માટે પહેલી ઓવર લઇને આવેલા કેશવ મહારાજની ઓવરમાં ઇશાને 2 સિક્સર સહિત 16 રન ફટકાર્યા છે. 

 

આ ખેલાડીઓને નહી મળી ડેબ્યૂની તક
ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓને આ મેચમાં ડેબ્યૂની તક ન મળી. કારણ આ રહ્યું કે કેપ્ટન પંતે ફરી એકવાર પણ પ્લેઇંગ 11 બદલી નહી. ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ માટે આ સીરીઝ બહાર બેસીને પુરીને થઇ ગઇ છે. તો બીજી તરફ દીપક હુડ્ડા પણ આ સીરીઝ બહાર જ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post