• Home
  • News
  • ભારત-ઈઝરાયલે સાથે મળી રેપિડ ટેસ્ટિંગનો ટ્રાયલ શરૂ કર્યો, સફળતા મળશે તો 30 સેકન્ડમાં કોરોના અંગે રિપોર્ટ મળશે
post

દિલ્હીના ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 3 દિવસ અગાઉ ટ્રાયલ શરૂ થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-01 11:10:18

ભારત અને ઈઝરાયલ સાથે મળીને એક ખાસ પ્રકારની રેપિડ ટેસ્ટિંગ કીટ વિકસાવવા પર કામ કરી રહ્યા છે. જો બન્ને દેશને આ કાર્યમાં સફળતા મળશે તો ફક્ત 30 સેકન્ડમાં જ કોરોનાને લગતા ટેસ્ટિંગનો રિપોર્ટ મળી જશે. દિલ્હીના ડો.રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં 3 દિવસ અગાઉ આ માટેનો ટ્રાયલ શરૂ થઈ ગયો છે. તેને લગતા પરિણામો આગામી 2 સપ્તાહમાં મળી જવાની આશા છે.
ભારત અને ઈઝરાયલનાના વિદેશ મંત્રાલય હેઠળ આ ટ્રાયલમાં ઈઝરાયલના ડાયરેક્ટોરેટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDD), ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે મળી કામ કરી રહ્યા છે. તેમા કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)નો પણ સમાવેશ થાય છે. 3 દિવસ અગાઉ ઈઝરાયલથી આવેલી એક વિશેષ ફ્લાઈટમાં વિજ્ઞાનીકોની એક ટીમ અહીં પહોંચી છે.

ભારતે ઈઝરાયલને શક્ય તમામ મદદ કરી
ઈઝરાયલના રાજદૂત રોન મલ્કાએ કહ્યું છે કે કોરોનાના સમયમાં બન્ને દેશના પ્રધાનમંત્રીએ વાતચીત કરી છે. કોરોનાનો ઉકેલ મેળવવા માટે સાથે મળી કામ કરવા બન્ને નેતા સહમત થયા હતા. તેમણે કહ્યું કે રિસર્ચ સફળ થશે તો ગણતરીની સેકન્ડમાં જ રિઝલ્ટ મળી જશે. મલ્કાએ કહ્યું કે કોરોનાના સમયમાં ભારતે ઈઝરાયલની શક્ય તમામ મદદ કરી છે. ભારતે ઈઝરાયલને દવા તથા દવાઓ માટે આવશ્યક તમામ રો-મટેરિયલનો પુરવઠો પૂરો પાડ્યો છે. ભારતમાં PMOના મુખ્ય સાયન્ટીફિક એડવાઈઝર કે.વિજય રાઘવને કહ્યું કે ભારત અને ઈઝરાયલ દરેક ક્ષેત્રમાં ભાગીદારી કરી રહ્યા છે.

4 પ્રકારના ટેસ્ટ પર ટ્રાયલ થઈ રહ્યું છે
ટ્રાયલમાં 4 અલગ-અલગ પ્રકારના સરળ અને નોન-ઈન્વેસિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમા વોઈસ ટેસ્ટ, એટલે કે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી દર્દીના અવાજમાં શું ફેરફાર થાય છે તે જોવામાં આવે છે. દર્દીને એક ટ્યુબમાં ફૂંકવા માટે કહેવામાં આવશે. જેના મારફતે તેમના ફેફસાની ક્ષમતા કેટલી છે તે અંગે જાણી શકાશે. આ સાથે ટેર્વા વેવથી પણ ટેસ્ટ કરવામાં આવે છે. તેનાથી વાઈરસની ઉપસ્થિતિ અંગે વાકેફ થઈ શકાશે.
આઈસોથર્મલ ટેસ્ટિંગ કરવામાં આવે છે, તેમા દર્દીમાં વાઈરસની ઓળખ થાય છે. પોલીએમીનો એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કોવિડ-19 સંબંધિત પ્રોટીનને અલગ કરવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post