• Home
  • News
  • 38 મહિનામાં ચોથી વખત 10 વિકેટથી હાર્યું ભારત:વન-ડે અને T20માં પાકિસ્તાનનો રેકોર્ડ ઈન્ડિયા કરતાં સારો, ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન સૌથી સારું
post

પાડોશી દેશ પાકિસ્તનનું આ મામલે ભારત કરતાં સારું પ્રદર્શન રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-21 19:27:45

ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી વન-ડેમાં 10 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે ભારતે છેલ્લાં ત્રણ વર્ષમાં વન-ડે અને ટી-20 ફોર્મેટમાં મળીને 4 વખત 10 વિકેટથી મેચ ગુમાવી. ભારતે 1974માં વન-ડે અને 2006માં T20 રમવાની શરૂ કરી હતી. 2019 સુધી 46 વર્ષમાં ભારતે માત્ર 4 વખત જ આ બે ફોર્મેટમાં 10 વિકેટના અંદરથી મેચ ગુમાવી. છેલ્લા 38 મહિનામાં ટીમે આ આંકડો ડબલ કરી નાખ્યો છે.

પાડોશી દેશ પાકિસ્તનનું આ મામલે ભારત કરતાં સારું પ્રદર્શન રહ્યું છે. ટીમ અત્યાર સુધી લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં 6 વખત જ 10 વિકેટના અંતરથી મેચ હારી છે. આગળ સ્ટોરીમાં જાણીશું કે ટેસ્ટ પ્લેઇંગ નેશન્સના 12 દેશોમાંથી કઈ ટીમે સૌથી વધુ વખત 10 વિકેટના અંતરથી વ્હાઈટ બોલ ક્રિકેટમાં મેચ ગુમાવી છે. સાથે જ કેટલાક ઈન્ટ્રેસ્ટિંગ આંકડા પર પણ નજર કરીશું.

સૌથી પહેલાં ટેસ્ટ રમનાર 12 દેશોમાં કઈ ટીમે વન-ડે અને T20 ફોર્મેટ સાથે મળીને સૌથી વધુ વખત 10 વિકેટથી હારનો સામનો કર્યો....

ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકાએ સૌથી વધુ હરાવ્યા
ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં 1028 અને T20માં 199 મેચ રમી છે. વન-ડેમાં 6 અને T20માં ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. વન-ડેમાં બંને વખત ઓસ્ટ્રેલિયા અને T20માં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાને ટીમને T20 વર્લ્ડ કપમાં આ અંતરથી હરાવી.

1974થી 2019 સુધી ટીમ ઈન્ડિયાને બંને ફોર્મેટમાં માત્ર 4 વખત આ માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને સૌથી વધુ 2 અને વેસ્ટ ઈન્ડિઝ-ન્યુઝીલેન્ડે અમને એક-એક વાર હરાવ્યા હતા. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાએ પણ અમને આ માર્જિનથી બે વાર હરાવ્યું છે.

171મી વન-ડે મેચ 10 વિકેટથી હારે છે ભારત
ટીમ ઈન્ડિયાએ વન-ડેમાં આમ તો 539 મેચ જીતી અને 437 મેચ હારી છે, પરંતુ ટીમને દર 171મી વન-ડેમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. T20માં આ આંકડો 99નો છે. બંને ફોર્મેટ ભેગા કરીએ તો કુલ 1227 મેચ રમી છે. 666માં ટીમને જીત અને 500માં હાર મળી. આ રીતે વ્હાઈટ બોલ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને દર 153મી મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. જે ટોપ-8 ટેસ્ટ ટીમમાં શ્રીલંકા પછી સૌથી ખરાબ પ્રદર્શન છે.

પાકિસ્તાન પણ ભારત કરતાં આગળ
ભારતે જ્યાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં 8 વખત 10 વિકેટથી મેચ ગુમાવી છે. બીજી તરફ પાકિસ્તાન આ મામલે ભારત કરતાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. પાકિસ્તાનની ટીમે 3 વખત વન-ડે અને 3 વખત T20માં આ અંતરથી મેચ ગુમાવી. વન-ડેમાં કુલ 948 અને T20માં સૌથી વધુ 215 મેચ રમી છે.

ટીમને દર 71મી T20માં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે, પરંતુ વન-ડેમાં આ આંકડો 316 છે. બંને ફોર્મેટ ભેગા કરીએ તો કુલ 1163 મેચમાં ટીમને ભારત સામે ઓછામાં ઓછા 6 વખત આ માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે 193 મેચ બાદ ટીમને વ્હાઈટ બોલમાં 10 વિકેટે હાર મળે છે, જે ટીમ ઈન્ડિયા કરતાં વધુ સારું પ્રદર્શન છે.

 

વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ દર 136મી મેચ હારે છે
T20
અને વન-ડે વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ દર 136મી વ્હાઈટ બોલ મેચ 10 વિકેટથી હારે છે. પરંતુ ટોટલ 10 વિકેટથી હારમાં ટીમ ભારત કરતાં આગળ છે. ટીમને વન-ડેમાં 6 અને T20માં એક જ વખત આ અંતરથી હાર મળી. આ પ્રકારે ટીમને વન-ડેમાં દર 129મી મેચમાં આ અંતરથી હારનો સામનો કરવો પડ્યો.

વેસ્ટઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ પણ આ મામલે ભારતથી આગળ છે. બંને વ્હાઈટ બોલના ફોર્મેટમાં 5-5 વખત 10 વિકેટથી મેચ હારી ચૂક્યા છે. વન-ડેમાં વિન્ડીઝ 4 અને ન્યૂઝીલેન્ડ 3 વખત આ માર્જિનથી હારી છે. જ્યારે ટી-20માં ન્યૂઝીલેન્ડ 2 મેચ અને વિન્ડીઝ એક વખત આ માર્જિનથી હારી ગયું હતું.

 

ટોપ ટીમમાં શ્રીલંકા ભારત કરતાં ખરાબ
ટોપ ટેસ્ટ રમનારા દેશોમાં માત્ર શ્રીલંકાનો જ ભારત કરતાં ખરાબ રેકોર્ડ છે. ટીમ વન-ડેની 881 મેચમાં 6 વખત અને T20ની 176 મેચમાં 10 વખત હારી છે. એટલે કે, બંને ફોર્મેટમાં, ટીમ આ માર્જિનથી 9 મેચ હારી છે અને ટીમ વ્હાઈટ બોલના ફોર્મેટની દરેક 117મી મેચ આ માર્જિનથી હારે છે.

બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વેનો રેકોર્ડ સૌથી ખરાબ
ટેસ્ટ રમનારા દેશોમાં બાંગ્લાદેશનો રેકોર્ડ સૌથી ખરાબ છે. ટીમ વન-ડેમાં 12 અને T20માં એક વખત 10 વિકેટથી હારી છે. ટીમે બંને ફોર્મેટમાં 555 મેચ રમી છે. એટલે કે ટીમ દર 42મી મેચ 10 વિકેટથી હારે છે. ઝિમ્બાબ્વેની ટીમ T20માં 3 અને વન-ડેમાં 9 મેચ 10 વિકેટથી હારી. ઓવરઓલ ટીમ દર 56મી મેચ 10 વિકેટથી હારે છે.

ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ સૌથી સારો
ભારતને વન-ડે સિરીઝની બીજી મેચમાં 10 વિકેટથી હરાવનાર કાંગારુ ટીમનો રેકોર્ડ આ મામલે ટોપ દેશોમાં સૌથી સારો છે. ટીમને અત્યાર સુધી એક જ વખત આ અંતરે હારનો સામનો કરવો પડ્યો છે, તે પણ વન-ડે ફોર્મેટમાં. T20માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાને કોઈ પણ દેશ 10 વિકેટના અંતરેથી નથી હરાવી શક્યો.

સાઉથ આફ્રિકાનો રેકોર્ડ પણ આ મામલે સારો છે. આફ્રિકાને 2 જ વખત 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને હાર વન-ડેમાં મળી હતી, T20માં અત્યાર સુધી ટીમને કોઈ પણ દેશ 10 વિકેટથી નથી હરાવી શક્યો.

આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ ટેસ્ટ રમે છે. આયર્લેન્ડને જ્યાં 144 વન-ડે અને 184 T20 મેચમાં એક જ વખત 10 વિકેટથી હાર મળી. તે જ સમયે, 141 વન-ડે અને 110 T20 મેચ બાદ પણ અફઘાનિસ્તાન હજુ સુધી આ માર્જિનથી નથી હાર્યું.

adv

Related News

post
post
post
post
post
post
post