• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- ચીન સાથેના સીમા વિવાદ વિશે મોદી સારા મુડમાં નથી લાગતા, અમેરિકન રાષ્ટ્રપતિએ ત્રણ વાર મધ્યસ્થીની વાત કરી
post

ટ્રમ્પની મધ્યસ્થતાની રજૂઆત વિશે ભારતે કહ્યું- પડોશી દેશ સાથે વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયત્ન ચાલુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:03:53

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ  અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ચીન સાથે જે કંઈ પણ ચાલી રહ્યું છે તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ નથી. મેં વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. પણ તેઓ આ અંગે સારા મુડમાં ન હતા. ટ્રમ્પે ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતી વખતે બન્ને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત ફરી કરી હતી. 

ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે. હું તમારા વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)ને પસંદ કરું છું. તે સારા વ્યક્તિ છે. ભારત-ચીન વચ્ચે વિવાદ મોટો છે. બન્ને દેશો પાસે લગભગ 1.4 અબજની વસ્તી છે. બન્ને દેશોની સેના શક્તિશાળી છે. ભારત ખુશ નથી અને શક્ય છે કે ચીન પણ ખુશ નહીં હોય.


 
ટ્રમ્પને તેમના મધ્યસ્થા વાળા ટ્વીટ અંગે સવાલ કરવામાં આવ્યો. તો તેમણે કહ્યું કે, જો મારી પાસે મદદ માંગશે તો હું આજ (મધ્યસ્થતા) કરીશ. આ પહેલા ટ્રમ્પે મંગળવારે ટ્વીટમાં કહ્યું હતું કે, અમે ભારત અને ચીનને જણાવ્યું છે કે અમેરિકા બન્ને વચ્ચે સીમા વિવાદ અંગે મધ્યસ્થા કરવા માટે તૈયાર છે.


 
ટ્રમ્પના પ્રસ્તાવ અંગે ભારતે કહ્યું- વાતચીત દ્વારા મામલાનો નિવેડો લાવીશું 
ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે ટ્રમ્પની રજુઆત અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. મંત્રાલયે કહ્યું કે, પાડોશી સાથેના મામલાનો શાંતિપૂર્ણ નિવેડો લાવવા માટે કૂટનીતિક સ્તરે પ્રયાસ ચાલી રહ્યો છે. ટ્રમ્પે પહેલા પણ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા કરવાની વાત કરી હતી, જેને ભારતે નકારી હતી. ભારતે કહ્યું હતું કે, આ તેમનો આંતરિક મામલો છે.

ભારત અને ચીન પાસે ઘણા કૂટનીતિક તંત્ર છે 
ચીને મંગળવારે કહ્યું હતું કે ભારત સાથે સરહદ પર સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, બન્ને પક્ષ તણાવને ઓછો કરવામાં લાગ્યા છે, પરંતુ ભારત પોતાની સંપ્રભુતા સાથે કોઈ સમજૂતી નહીં કરે. ભારત અને ચીન પાસે ઘણા કૂટનીતિક તંત્ર છે. કોઈ પણ સ્થિતિમાં નિવેડો શાંતિપૂર્ણ રીતે લાવી શકાય છે. 

શ્રીવાસ્તવે ફરી કહ્યું કે, ભારતીય સેનાએ એલએસી(લાઈનઓફ એક્ચુલ કંટ્રોલ)નું ઉલ્લંઘન કર્યું નથી. ભારત, ચીન સાથે સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. અમારી સેના અમારા લીડર્સની સહમતી અને માર્ગદર્શનનું ઈમાનદારીથી પાલન કરે છે. અમે ભારતની સંપ્રભુતા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ.


ચીન પછી ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી 
લદ્દાખમાં તાજેતરમાં જ ગાલવન નાલા વિસ્તાર પાસે ચીન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. એલએસી પાસે ઘણા સેક્ટરમાં ચીન લગભગ 5 હજાર તહેનાત કરી ચુક્યું છે. પાડોશીના આ પગલા બાદ ભારતીય સેનાઓ પણ આ વિસ્તારમાં પોતાના જવાન વધારવાનું શરૂ કરી દીધું છે. 

 આ  મહિને બન્ને સેનાઓ વચ્ચે ત્રણ વખત અલગ અલગ જગ્યાઓ પર અથડામણ થઈ ચુકી છે. ગત સપ્તાહે બન્ને દેશની સેનાઓના કમાંડર વાતચીત કરીને મુદ્દાનો નિવડો લાવવાનો પ્રયાસ પણ કરી ચુક્યા છે.


ડોકલામ પછી સૌથી મોટો વિવાદ

·         જો ભારત અને ચીનની સેના લદ્દાખમાં આમને સામને થઈ તો 2017ના ડોકલામ વિવાદ પછી આ સૌથી મોટો વિવાદ હશે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતે પેંગોંગ ત્સો ઝીલ અને ગાલવાન વેલીમાં સૈનિકો વધારી દીધા છે. આ બંને વિસ્તારમાં ચીને બેથી અઢી હજાર સૈનિકો તહેનાત કર્યા છે. તે ઉપરાંત અસ્થાઈ સુવિધાઓમાં પણ વધારો કરી દીધો છે. ચીન લદ્દાખના ઘણાં વિસ્તારો પર દાવો કરી રહ્યો છે.

·         ભારત-ચીન બોર્ડર પર ડોકલામ વિસ્તારમાં બંને દેશોની વચ્ચે 2017માં 16 જૂનથી 28 ઓગસ્ટ સુધી ઘર્ષણ ચાલ્યુ હતું. તે સમયે ઘણો તણાવ થઈ ગયો હતો. વર્ષના અંતમાં બંને દેશોએ સેના પરત બોલાવાનો નિર્ણય કર્યો હતો.

ભારત અને ચીન વચ્ચે હાલમાં થયેલા વિવાદ
1)
તારીખ- સંભવત: 5 મે, જગ્યા- પૂર્વી લદ્દાખની પેંગોંગ ઝીલ
તે દિવસે સાંજના સમયે ઝીલના ઉત્તરી કિનારા પર ફિંગર-5ના વિસ્તારમાં ભારત-ચીન નજીક અંદાજે 200 સૈનિકો આમને સામને આવી ગયા હતા. ભારતે ચીનના સૈનિકો સામે વિરોધ નોંધાવ્યો હતો. આખી રાત સંઘર્ષ ચાલ્યો હતો. બીજા દિવસે વહેલી સવારે બંને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. ત્યારપછી બંને દેશોના સીનિયર ઓફિસર દ્વારા વાતચીતથી વાતાવરણ શાંત થયું હતું.


2)
તારીખ- સંભવત: 9 મે, જગ્યા- ઉત્તી સિક્કિમમાં 16 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલા નાકૂ લા સેક્ટર
અહીં ભારત-ચીનના 150 સૈનિકો આમને સામને આવી ગયા હતા. ઓફિશિયલ રીતે આ તારીખ સામે આવી નથી. જોકે ધી હિન્દુના રિપોર્ટ પ્રમાણે અહીં 9 મેના રોજ ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન સૈનિકોએ એકબીજા સાથે ઘણી વાર સુધી મારા મારી પણ કરી હતી. તેમાં 10 સૈનિક ઘાયલ થયા હતા. અહીં પણ અંતે ઓફિસરોએ દલગિરિ કરતાં વાતાવરણ શાંત થયું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post