• Home
  • News
  • ભારત ડ્રેગનને જવાબ આપવાની તૈયારીમાં:પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતનું સમુદ્રમાં પરીક્ષણ શરૂ. ચીન સમુદ્રમાં ભારત ચાર યુદ્ધજહાજ મોકલશે
post

આ નામના યુદ્ધજહાજ ‘આઈએનએસ વિક્રાંત’એ પાકિસ્તાન વિરુદ્ધ 50 વર્ષ પહેલાં 1971ના યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-05 11:28:05

ભારતના પ્રથમ સ્વદેશ નિર્મિત વિમાનવાહક જહાજ વિક્રાંતનું બુધવારે સમુદ્રમાં પરીક્ષણ શરૂ થઈ ગયું. 40 હજાર ટન વજન ધરાવતા આ જહાજનું નિર્માણ આશરે 23 હજાર કરોડ રૂપિયામાં થયું છે. પહેલીવાર તેનું સમુદ્રમાં પરીક્ષણ થશે. આ નામના યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંતએ પાકિસ્તાન વિરુદ્ધ 50 વર્ષ પહેલાં 1971ના યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પૂર્વ લદાખમાં એલએસી પર ચીન સાથેના તણાવ વચ્ચે ભારતે દક્ષિણ ચીન સાગરમાં મુક્ત નૌકાવહન અને કાઉન્ટર ચીન પ્લાનમાં મોટી ભૂમિકા ભજવવાના સંકેત આપ્યા છે. આ મામલે મિત્ર દેશો સાથે સુરક્ષા સંબંધોને વિસ્તારતા ભારત ચાલુ મહિને દક્ષિણ ચીન સાગરમાં તેનાં ચાર યુદ્ધજહાજ મોકલશે. ભારતીય યુદ્ધજહાજ આશરે બે મહિના સુધી દક્ષિણ ચીન સાગર, દક્ષિણ પૂર્વ એશિયા અને પશ્ચિમ ક્ષેત્રમાં રહેશે.

યુદ્ધજહાજની તહેનાતી ચીન માટે સ્પષ્ટ સંકેત: વાઈસ એડમિરલ (નિવૃત્ત) સતીશ સોની
નેવીના ચાર યુદ્ધજહાજની પૂર્વ કિનારે તહેનાતી સામાન્ય સમયમાં તો રુટીન છે પણ વર્તમાન સમયમાં આ ચીનને મજબૂત સંદેશ છે. પૂર્વ લદ્દાખમાં જારી તણાવને ધ્યાનમાં રાખી દરેક મોરચે કડવાશ છે. તેમાં કોઈ શંકા નથી કે ભારતીય નેવીનું પલડું ભારે છે. અમેરિકાનો માલાબાર અભ્યાસ, આપણો મિલન અભ્યાસ અને ચાર મોટી નેવી તાકાતોનું ક્વાડ ગઠબંધન ચીનને મંજૂર નથી. ક્વાડ અને ભારતનું સ્પષ્ટ વલણ છે કે તહેનાતી અને અભ્યાસ ચીન માટે નથી. જોકે ચીન એવું માનતું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post