• Home
  • News
  • સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કાશ્મીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી, મધ્યસ્થતાની પહેલ કરી; ભારતે ઓફર ફગાવી કહ્યું- ખરો મુદ્દો તો પીઓકે
post

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ 4 દિવસના પાકિસ્તાનના પ્રવાસે છે, અહીં તેમણે ભારત-પાકિસ્તાન વિવાદને ઉકેલવાની ઓફર કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 11:07:58

નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં તેમણે કાશ્મીર પર મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ખરો મુદ્દો તો પાકિસ્તાન દ્વારા ખોટી રીતે કબજો કરવામાં આવેલા પીઓકેને ખાલી કરાવવાનો હોવો જોઈએ. એન્ટોનિયો ગુટેરેસ 4 દિવસના પાકિસ્તાનના પ્રવાસે છે, તેમણે રવિવારે કહ્યું હતું કે તેઓ કાશ્મીરની સ્થિતિને લઈને ચિંતિત છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા કરી શકે છે.

વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારે ગુટેરેસના આ પ્રસ્તાવને ફગાવતા કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ કહ્યું છે અને આગળ પણ રહશે. તેમણે કહ્યું હતું કે યુએનના પ્રમુખે તો પાકિસ્તાન પર એ વાત અંગે દબાણ કરવું જોઈએ કે ભારત સામેના ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે વિશ્વસનીય કાર્યવાહી કરે.

આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બે દેશના વિવાદમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાને કોઈ અવકાશ નથી. બધા વિવાદનો અંત દ્વિપક્ષીય રીતે આવી શકે છે, પરંતુ ખરો મુદ્દો તો પાકિસ્તાન દ્વારા ખોટી રીતે કબજે કરવામાં આવેલા વિસ્તારને મુક્ત કરાવવાનો હોવો જોઈએ. અમે આશા કરીએ છીએ કે યુએન મહાસચિવ સરહદપાર આતંકવાદને રોકશે. તેના કારણે જમ્મુ-કાશ્મીરમાં લોકોના માનવાધિકારને ખતરો છે.

યુએનના મહાસચિવે શું કહ્યું હતુ?

એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાનના ચાર દિવસના પ્રવાસ છે. તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે કહ્યું હતું કે તેઓ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને એલઓસી ઉપર બન્ને દેશના તણાવથી ચિંતિત છે. ભારત-પાકિસ્તાને તણાવને સમાપ્ત કરવો જોઈએ. ગુટેરેસે કહ્યું કે બન્ને દેશ ઈચ્છે તો તેઓ મદદ કરવા માટે તૈયાર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post