• Home
  • News
  • ભારતની અપીલ-ચીન વુહાનમાં ફસાયેલા 250 વિદ્યાર્થીને પરત ફરવા વ્યવસ્થા કરે, આ શહેરમાં અત્યાર સુધીમાં 46 મોત
post

ભારતના આશરે 700 વિદ્યાર્થી વુહાનમાં અભ્યાસ કરે છે, અહીંથી કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-27 11:31:29

લંડનઃ ભારતે ચીન સરકારને વુહાનમાં ફસાયેલા 250 વિદ્યાર્થીને પરત ફરે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરી છે. કોરોનાવાયરસનું કેન્દ્ર માનવામાં આવતા વુહાનમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત થઈ ચુક્યા છે. ચીને કોરોનાવાયરસના ઈલાજ માટે વુહાનને સંપૂર્ણપણે લોકડાઉન કરી દીધુ છે. ઉપરાંત 16 અન્ય શહેરોમાં પણ સાર્વજનિક પરિવાહન સેવા બંધ કરી દીધી છે. એટલે કે અહીથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકતી નથી. જોકે, ભારત સરકારે ચીન વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે તે વિદ્યાર્થીઓને તેમના દેશ પરત જવા દે.

વુહાનમાં આશરે 700 કરતા વધારે ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.નવા વર્ષની રજાઓ પર મોટાભાગના વિદ્યાર્થીઓ ભારત આવ્યા હતા. પરંતુ 250 વિદ્યાર્થી વુહાનમાં ફસાઈ ગયા હતા. બાળકોના માતા-પિતાએ કોરોનાવાયરસના ઝડપભેર થઈ રહેલા ફેલાવાના સમાચાર વચ્ચે તેમની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. વુહાન યુનિવર્સિટીની મેડિકલના એક વિદ્યાર્થીના પિતાના મતે વિદ્યાર્થીઓ પાસે ભોજન સામગ્રી ખુટી રહી છે. ત્યાં માલસામાન માટેની દુકાનો બંધ છે. લોકોને ઘરની બહાર નહીં નિકળવા કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી જ્યારે વુહાનથી નિકળવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે ટ્રાન્સપોર્ટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

અમે અમારા વિદેશી સાથીઓની શક્ય એટલી વધારે મદદ કરવા તૈયારઃ ચીન વિદેશ મંત્રાલય

ભારતીય દુતાવાસનું કહેવું છે કે ચીનના અધિકારીઓએ ભારતીય નાગરિકોને ભોજન સામગ્રી સહિતની તમામ સહાયતા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે અમારા વિદેશી સાથીઓ અને અધિકારીઓની હંમેશા મદદ કરી છીએ. અમે પરિસ્થિતિ પ્રમાણે અહીં વસવાટ કરતા વિદેશી નાગરિકોના અધિકારો અને તેમની કાળજીની સંપૂર્ણ જવાબદારી ધરાવી છીએ.

ચીનમાં કોરોનાવાયરથી બે દિવસમાં 29 લોકોના મોત

ચીનમાં કોરોનાવાયરસના ઈલાજની વ્યવસ્થા સંપૂર્ણપણે હજુ શક્ય બની નથી. અધિકારીઓએ રવિવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશભરમાં અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે. ઉપરાંત 1975 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે.
શનિવારે હુબેઈ પ્રાંતમાં 13 લોકોના મોત થયા હતા. અગાઉ શુક્રવારે ચીનમાં 16 લોકોના મોત થયા હતા.

જિનપિંગે કહ્યું- ચીન મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે કોરોનાવાયરસ સમસ્યા અંગે અધિકારીઓ સાથે બેઠક કરી છે. તેમણે કહ્યું છે કે દેશ વર્તમાન સમયમાં ભયાનક સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે. વાયરસ ઝડપભેર ફેલાઈ રહ્યો છે. ચીનના અનેક શહેરોમાં લૂનર ન્યુ યરની તૈયારી રદ્દ કરવામાં આવી છે. વધતા સંક્રમણમની સ્થિતિને જોતા સરકારે 17 શહેરને લોકડાઉન કર્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post