• Home
  • News
  • દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ:ટાટાની ટિયાગો EV લોન્ચ, શરૂઆતની કિંમત 8.49 લાખ, સિંગલ ચાર્જમાં 315 કિલોમીટરની એવરેજ મળશે
post

ટાટા આગામી 4 વર્ષમાં 10 બેટરી ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાનું પ્લાનિંગ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 18:09:20

ટાટા મોટર્સે આજે 28 સપ્ટેમ્બરે એટલે કે 'ટાટા ટિયાગો' નું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ કારની શરૂઆતની કિંમત 8.49 લાખ રૂપિયા છે. આ કાર દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. આ કાર સિંગલ ચાર્જમાં 315 કિલોમીટરની રેન્જ આપશે. તો કાર માટે 10 ઓક્ટોબરથી બુકિંગ ચાલુ થશે અને ડિલિવરી જાન્યુઆરી 2023થી મળશે.

આ કંપની પહેલેથી જ ટાટા નેક્સન EV અને ટાટા ટિગોર EV સહિતનાં મોડલ સાથે દેશમાં EV સેગમેન્ટમાં ધૂમ મચાવી રહી છે. ટાટા ટિયાગોની બેટરી ડીસી ફાસ્ટ ચાર્જરથી બેટરીને 80% સુધી ચાર્જ કરવામાં 57 મિનિટ લાગી શકે છે. કારનાં ફીચર્સ વિશે વાત કરવામાં આવે તો ટિયાગોમાં 8 સ્પીકર સિસ્ટમ, રેઈન સેન્સિંગ વાઈપર્સ, ક્રૂઝ કંટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ઇલેક્ટ્રિક ORVM સહિત અનેક ફીચર્સ છે. આ EV પર બેટરી અને મોટર વોરંટી 1,60,000 કિમી સુધી રહેશે. ટાટા ટિયાગો EVમાં બે ડ્રાઇવિંગ મોડ હશે. આ કાર 5.7 સેકન્ડમાં 0થી 60 kmphની સ્પીડ પકડી લેશે.

આગામી 4 વર્ષમાં 10 કાર લોન્ચ કરવાનો પ્લાન
ટાટા આગામી 4 વર્ષમાં 10 બેટરી ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવાનું પ્લાનિંગ કરે છે. આ સાથે ચેરમેન એન. ચંદ્રશેખરે 76મા વાર્ષિક અહેવાલમાં શેરધારકોને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતમાં અમારા પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રિક વાહનોની પહોંચ આ વર્ષે બમણી થઈને 2% થઈ છે.

તેમણે આ સાથે જ કહ્યું હતું કે આગામી વર્ષોમાં ઇલેક્ટ્રિક કારમાં તેજીની પણ આશા છે. 2025 સુધીમાં ટાટા મોટર્સ પાસે 10 નવાં BEV વાહનો હશે. ટાટા ગ્રુપ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં પણ રોકાણ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post