• Home
  • News
  • ભારતની દીકરીએ ઇતિહાસ રચ્યો, દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર પર નિમણુંક પામનાર પ્રથમ મહિલા
post

ભારતીય સેનાની કેપ્ટન શિવા ચૌહાણ કે જે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ ઓફિસર નિમણુંક

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-03 19:54:47

દુનિયાનો સૌથી ઉંચો યુદ્ધક્ષેત્ર કે ભારતમાં આવેલો  સિયાચીન છે.  ભારતીય સેનાની કેપ્ટન શિવા ચૌહાણ કે જે ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ ઓફિસર તરીકે ભારતની પહેલી મહિલા છે જેમની સિયાચીન પર નિમણુંક કરવામાં આવી છે. જે દેશ માટે ખુબ ગર્વની બાબત કહી શકાય છે. તેમની આ સિદ્ધિની દેશભરમાં ચર્ચા થઈ રહી છે તે હાલ દીકરીઓ માટે એક પ્રેરણા રૂપ ઉદાહરણ બની ગઈ છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા કેપ્ટન શિવા ચૌહાણની આ સફળતાની જાણકારી આપી છે.

સિયાચીન ગ્લેશિયર પૃથ્વી પરનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર
સોશિયલ મીડિયામાં શિવાના આ પરાક્રમની ખુબ પ્રશંસા થઇ રહી છે, ટ્વિટર પોસ્ટમાં આ રીતે કઈક કેપ્શન આપ્યુ, 'કાચની છત તોડવી'. એટલે કે આ ખુબ મુશ્કેલ કામ છે અને તે લક્ષ્યાંક તેમણે હાંસલ કર્યો છે. કુમાર પદ પર પોસ્ટિંગ કરતા પહેલા તેમણે સખત તાલીમમાંથી પસાર થવું પડ્યું હતું. સિયાચીન ગ્લેશિયર એ પૃથ્વી પરનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર છે, જ્યાં 1984 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે વચ્ચે લડાઈ થઈ છે. સપ્ટેમ્બર 2021 માં, આઠ અલગ-અલગ-વિકલાંગ લોકોની ટીમ જ્યારે સિયાચીન ગ્લેશિયર પર 15,632 ફૂટની ઉંચાઈ પર સ્થિત કુમાર પોસ્ટ પર પહોંચી ત્યારે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post