• Home
  • News
  • કોરોના મહામારીને કારણે ભારતના હીરાની નિકાસ આ વર્ષે 25% સુધી ઘટશે, આ ઘટાડો નાણાકીય વર્ષ 2008માં આવેલી મંદીના સ્તર કરતા પણ વધુ
post

લોકડાઉનથી ઉદ્યોગને માઠી અસર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 11:33:58

વિશ્વના 90 ટકા હિરાની નિકાસ કરતો ભારતનો હીરા ઉદ્યોગ પર કોરોના રોગચાળાની માઠી અસરો જોવા મળી છે. જેના કારણે, ચાલુ વર્ષે નિકાસ 20%થી 25% ઘટશે. આ ઘટાડો નાણાકીય વર્ષ 2008માં આવેલી મંદીના સ્તર કરતા વધુ છે. આ વખતે, ડાયમંડની માંગ અને સપ્લાય ચેન બંને પર અસર થઈ છે.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ કોલિન શાહે જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે નિકાસમાં ઘટાડો 2008ના સ્તર કરતાં પણ નીચે છે. જ્યારે 2008માં વિશ્વની અર્થવ્યવસ્થા મંદીનો ભોગ બની હતી. ગયાવર્ષે કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 18.66 અબજ ડોલર રહી હતી. વર્તમાન નાણાકીય વર્ષમાં તે 20%થી 25% સુધી ઘટી શકે છે. 2008માં પરિસ્થિતિ માત્ર એક ત્રિમાસિક પુરતી જ નબળી રહી હતી, ત્યારબાદ સુધારો નોંધાયો હતો. પરંતુ આ વર્ષે બે ત્રિમાસિક પસાર થઈ ગયા પછી પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. દિવાળી, નાતાલ અને વેલેન્ટાઇન ડે જેવા તહેવારો આવી રહ્યા છે.

આ સમય દરમિયાન હીરાની માંગ વધશે. પરંતુ તે આખા વર્ષના નિકાસના આંકડાને આવરી લેશે નહીં. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના જણાવ્યા મુજબ, વાર્ષિક ધોરણે 2020ના પ્રથમ છ માસમાં હીરાની નિકાસમાં 37% ઘટી છે. એટલે કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં નિકાસ 5.5 અબજ ડોલર રહી છે.

લોકડાઉનથી ઉદ્યોગને માઠી અસર
કોલિન શાહે જણાવ્યુ હતુ કે, મજૂરો હવે સુરત, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં કામ પર પરત ફર્યા છે. જે ફેક્ટરીઓમાં 70 ટકાથી 80 ટકા ક્ષમતા સાથે કામ પણ કરી રહ્યા છે. જો કે, હીરાની માગ અને સપ્લાય ચેઈન વૈશ્વિક સ્તરે મહામારીના પ્રકોપની અસર પર નિર્ભર રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post