• Home
  • News
  • રશિયામાં પાકિસ્તાનનો બોયકોટ:રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં પાકિસ્તાને જાણી જોઈને વિવાદાસ્પદ નકશો રાખ્યો, વિરોધમાં ભારતના NSA ડોભાલે બેઠક છોડી
post

રશિયામાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્યો દેશોના NSAની બેઠક યોજાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:08:02

શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના (SCO)ના સભ્ય દેશોના નેશનલ સિક્યોરિટી એડવાઈઝરોની બેઠક યોજાય હતી. બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધી હરકત કરી હતી. પાકિસ્તાનના NSAએ આ બેઠકમાં પાકિસ્તાને તાજેતરમાં બહાર પાડેલા વિવાદાસ્પદ નકશાને રજૂ કર્યો હતો.

ભારતના NSA અજીત ડોભાલે આ હરકતનો વિરોધ કરી બેઠકનો બોયકોટ કરી દીધો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે મોસ્કોમાં રશિયાની આગેવાનીમાં યોજાઈ રહેલી બેઠકમાં પાકિસ્તાને જે કર્યું તે બેઠકના નિયમોનું ઉલ્લંઘન છે. ભારતે આયોજક સાથે આ અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી બેઠક છોડી દીધી હતી.

5 ઓગસ્ટના રોજ પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો હતો
પાકિસ્તાને ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ સાથે જુનાગઢ અને સર ક્રીકને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. આ નકશાનો ઉપયોગ સમગ્ર દેશના પાઠ્ય પુસ્તકમાં કરાશે.

ઈમરાન કેબિનેટે નવા નકશાને મંજૂરી આપી હતી
પ્રધાનમંત્રી ઈમરાન ખાનની કેબિનેટે આ વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપી હતી. ઈમરાન ખાને કહ્યું હતું કે નવા નકશાને તમામ રાજકીય પક્ષો અને પાકિસ્તાનના લોકોનું સમર્થન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post