• Home
  • News
  • ભારતે 85 દિવસમાં 10 કરોડ વેક્સિન ડોઝ આપીને બનાવ્યો રેકોર્ડ, પરંતુ વસતિના હિસાબે આપણે હજુ પણ 54 દેશથી પાછળ
post

અમેરિકામાં મહામારીમાં 5 લાખથી પણ વધુ લોકોનાં મોત

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-13 11:29:38

ભારતમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વેક્સિન લગાવાઈ રહી છે. વેક્સિનની અછતની ફરિયાદો વચ્ચે ભારતે નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે. 10 એપ્રિલ સુધી ભારતમાં કુલ 10 કરોડ વેક્સિન ડોઝ લગાવાયા છે. આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવામાં ભારતને માત્ર 85 દિવસનો સમય લાગ્યો. આની સાથે જ ભારત સૌથી ઓછા સમયમાં 10 કરોડ વેક્સિન ડોઝ લગાવનાર દેશ બની ગયો. અમેરિકાને એટલી જ વસતિને વેક્સિન આપવામાં 89 દિવસ અને ચીનને 106 દિવસ લાગ્યા હતા.

પોતાની અડધાથી વધુ વસતિને વેક્સિન આપી ચૂક્યા છે ભુતાન અને ઈઝરાયેલ
ભારતના પડોશી દેશ ભુતાને પોતાની વસતિના 61 ટકા હિસ્સાને વેક્સિનેટ કરી લીધો છે. ભુતાનને વેક્સિન ડિપ્લોમસી અંતર્ગત વેક્સિન આપી છે. ભુતાને કેટલાક ડોઝ ચીનથી લઈને દેશમાં વેક્સિનેશનની ઝડપ વધારી દીધી છે. આ કારણથી પોતાની વસતિને વેક્સિન લગાવવાના હિસાબે ભુતાન બીજા નંબર પર છે, જ્યારે સેશેલ્સ આ લિસ્ટમાં ટોપ પર છે. તેણે પોતાની લગભગ 66% વસતિને વેક્સિનેટ કરી છે. ભારત આ લિસ્ટમાં 55મા ક્રમે છે.

ભારત બીજો સૌથી સંક્રમિત દેશ, ગત 10 દિવસમાં 12 લાખથી વધુ નવા સંક્રમિત મળ્યા
કોરોનાની સતત વધતી ઝડપ વચ્ચે ભારત કુલ કેસોના મામલે બીજા નંબર પર આવી ગયું છે. રવિવારે દોઢ લાખથી પણ વધુ કેસો આવ્યાને સમર્થન મળ્યું. દેશમાં પ્રથમવાર એક જ દિવસમાં આટલા લોકો સંક્રમિત થયા છે. સૌથી વધુ સંક્રમણના કેસમાં અમેરિકા સૌથી ઉપર છે. ત્યાં અત્યારસુધીમાં 3 કરોડથી વધુ લોકો મહામારીની ઝપટમાં આવી ચૂક્યા છે.

18 કરોડથી પણ વધુ વેક્સિન ડોઝ આપીને અમેરિકા સૌથી આગળ
કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે દેશોએ રસીકરણ પણ ઝડપી કર્યુ છે. ભારતમાં રવિવારે 29 લાખથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા. કુલ વેક્સિનેશનના મામલે મહારાષ્ટ્ર અત્યારે પણ ટોચ પર છે. અહીં અત્યાર સુધી 1 કરોડથી પણ વધુ લોકોને વેક્સિન આપી દેવાઈ છે. બીજા નંબર પર રાજસ્થાન છે. અહીં અત્યારસુધીમાં 97.16 લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપી દેવાયો છે.

અમેરિકામાં મહામારીમાં 5 લાખથી પણ વધુ લોકોનાં મોત
મહામારીથી સૌથી વધુ મોત અમેરિકામાં થયાં છે. અહીં અત્યારસુધીમાં કોરોનાથી 5 લાખ 75 હજાર 829 લોકોનાં મોત થયાં છે. ગત 24 કલાકમાં દુનિયામાં થયેલાં મોતમાં સૌથી વધુ મોત બ્રાઝિલમાં થયાં. અહીં રવિવારે 1824 લોકોના જીવ ગયા. બ્રાઝિલ પછી ભારત બીજા નંબર પર છે. અહીં 904 લોકોનાં મોત થયાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post