• Home
  • News
  • ભારતે વિના વિકેટે સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરી રેકોર્ડ બનાવ્યો
post

આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ દ.આફ્રિકા સામે 1997માં 164 રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 11:23:47

ભારતીય મહિલા ટીમનું શ્રીલંકામાં ટી-20 સીરિઝ બાદ વન-ડેમાં પણ વિજયી અભિયાન યથાવત્ છે. ભારતીય ટીમે શ્રીલંકાને બીજી વન-ડે મેચમાં 10 વિકેટે જીત મેળવી. ટીમને 174 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ટીમે વિના વિકેટે હાંસલ કર્યો હતો. આ સાથે જ ભારતીય મહિલા ટીમે વન-ડેમાં વિના વિકેટે સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ દ.આફ્રિકા સામે 1997માં 164 રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો હતો. ભારતે એપ્રિલ 2004માં કેન્ડી ખાતે પણ શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. સોમવારે શ્રીલંકન ટીમ 50 ઓવરમાં 173 રનમાં ઓલઆઉટ થઈ. રેણુકા સિંહે 4, મેઘના સિંહ-દીપ્તિ શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.

રન ચેઝ કરતા ભારતે 25.4 ઓવરમાં વિના વિકેટે જીત હાંસલ કરી. શેફાલી વર્મા (71*) અને સ્મૃતિ મંધાના (94*)એ અડધી સદી ફટકારી. આ જીત સાથે જ ભારતે 3 મેચની સીરિઝમાં 2-0થી જીત મેળવી. ટીમે શ્રીલંકા સામે સતત નવમી સીરિઝ જીતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post