• Home
  • News
  • કાનપુર ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ધૂળ ચટાડી, 2-0થી સિરીઝ પર કબ્જો કર્યો
post

ભારતે ટેસ્ટમાં સૌથી ફાસ્ટ ટીમ ફિફ્ટી, 100,150 અને 200 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. એટલે કે, આ ટેસ્ટ સીરિઝમાં રનની સાથે રેકોર્ડનો પણ વરસાદ થયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-10-01 16:57:31

કાનપુર: ભારતે કાનપુર ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. બાંગ્લાદેશે છેલ્લા દિવસે ભારતીય ટીમને જીત માટે 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેને ભારતે માત્ર 3 વિકેટના નુકસાન પર જીત મેળવી લીધી છે. ભારતે સિરીઝ 2-0થી પોતાને નામ કરી લીધી છે. પહેલી ઈનિગ્સમાં 52 રનની લીડ મેળવનારી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિગ્સમાં બાંગ્લાદેશની 2 વિકેટ 26 રન પર પડી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાયેલી ટેસ્ટ મેચ ખુબ રોમાંચક રહી હતી. પહેલા 3 દિવસમાં માત્ર 35 ઓવરની રમત રમાઈ હતી. ત્યારબાદ ચોથા દિવસની રમત રમાઈ હતી. પહેલી ઈનિગ્સમાં બાંગ્લાદેશ 233 રન પર સમેટાઈ ગઈ હતી, ત્યારબાદ ભારતના વિસ્ફોટક બેટ્સમેન નુમાઈશ અને ચોથા દિવસની રમત પૂર્ણ થતા 45 મિનિટ પહેલા પોતાની 9 વિકેટ પર 285 રન પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. પહેલી ઈનિગ્સમાં 52 રનની લીડ મેળવનારી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિગ્સમાં બાંગ્લાદેશની 2 વિકેટ 26 રન પર પડી હતી. પાંચમાં દિવસે 98 ઓવરની મેચ બાકી હતી. ભારતીય ક્રિકેટ ટીમની નજર બીજી ઈનિગ્સ જલ્દી પરુ કરી મેચ જીતવા પર હતી.

જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુર ટેસ્ટની બીજી ઈનિગ્સમાં માત્ર 17 રન આપી 3 વિકેટ લીધી હતી. તેની ત્રીજી વિકેટ શાનદાર હતી. બુમરાહે આ બોલ ઓફ સ્પનિરની જેમ ફેંક્યો હતો અને મુશ્ફિકુર રહીમને આઉટ કર્યો હતો.જસપ્રીત બુમરાહે બાંગ્લાદેશ વિરુદ્ધ કાનપુર ટેસ્ટની બીજી ઈનિગ્સમાં માત્ર 17 રન આપી 3 વિકેટ લીધી હતી. તેની ત્રીજી વિકેટ શાનદાર હતી. બુમરાહે આ બોલ ઓફ સ્પનિરની જેમ ફેંક્યો હતો અને મુશ્ફિકુર રહીમને આઉટ કર્યો હતો.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post