• Home
  • News
  • હોકી વિશ્વ કપ : ભારત વર્ષ 2023માં પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપની યજમાની કરશે, 13મીથી 29મી જાન્યુઆરી વચ્ચે યોજાશે ટુર્નામેન્ટ
post

સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલ FIH બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-09 10:41:05

નવી દિલ્લી : પુરુષ વર્ગમાં હોકી વર્લ્ડ કપ માટે ભારતને ફરી વખત યજમાની કરવાની તક છે. આ સાથે હવે ભારત સતત બીજી વખત વર્લ્ડ કપ ટુર્નામેન્ટની યજમાની કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ અગાઉ ભારતે વર્ષ 2018 માં ભુવનેશ્વરમાં પુરુષોની હોકી વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારત હવે વર્ષ 2023માં યોજાનારી પુરુષ હોકી વર્લ્ડ કપની યજમાની કરશે. આ અંગે શુક્રવારના રોજ સ્વિત્ઝર્લેન્ડના લોસાને શહેરમાં યોજાયેલ FIH (ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન)ની એક્ઝિક્યુટીવ બોર્ડની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 1971 બાદ ભારત ચોથી વખત વિશ્વકપનો યજમાન બનશે. ભારત સહિત ત્રણ દેશોએ વર્ષ 2022-23 હોકી વિશ્વકપ યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી.

 

પુરુષ વર્ગમાં હોકી વિશ્વકપ 2023 માં 13મીથી 29મી જાન્યુઆરી વચ્ચે રમાશે. આ સાથે આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વર્ષ 2022 માં યોજાનાર FIH મહિલા હોકી વિશ્વકપની સહ-યજમાની સ્પેન અને નેધર્લેન્ડ કરશે. મહિલા વિશ્વકપ 1 થી 17મી જુલાઈ, 2022 વચ્ચે યોજાશે. ટુર્નામેન્ટ દરમિયાન મેચ કયાં શહેરોમાં રમાશે તે અંગે યજમાન દેશ દ્વારા જાહેરાત કરવામાં આવશે.

 

ચોથી વખત યજમાની કરશે ભારત : 
ભારત ચોથી વખત આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. આ અગાઉ ભારતે વર્ષ 1982 માં મુંબઈ, વર્ષ 2010માં નવી દિહ્લી અને વર્ષ 2018માં ભુવનેશ્વરમાં ટુર્નામેન્ટની યજમાની કરી હતી. ખાસ વાત કરીને વર્ષ 2023 માં ભારતની વસ્તીને 75 વર્ષ પૂર્ણ થઈ જશે, આ સંજોગોમાં તેમના માટે હોકી વિશ્વકપની યજમાની ખાસ બની રહેશે. ભારતે આ ખિતાબ છેલ્લે વર્ષ 1975માં જીતી હતી. ભારત ઉપરાંત હોલેન્ડે ત્રણ વખત પુરુષ હોકી વિશ્વકપની યજમાની કરી છે. ભારત અત્યાર સુધી ફક્ત એક જ વખત વિશ્વ કપ ચેમ્પિયન બન્યું છે. વર્ષ 1975માં યોજાયેલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં તેને પાકિસ્તાનને હરાવી ટુર્નામેન્ટ જીતી લીધી હતી. આ અગાઉ વર્ષ 1973માં તે ઉપવિજેતા રહ્યું હતું.

 

ખૂબ જ મુશ્કેલ રહ્યો નિર્ણય :

આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના CEO થિએરી વેલે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે આ પ્રતિષ્ઠિત આયોજનની યજમાની માટે FIH ઘણી સારી બોલી મળી હતી. તેમા કોઈ એક અંગે નિર્ણય કરવો ખૂબ જ મુશ્કેલ હતું. અલબત મહાસંઘનું પ્રાથમિક લક્ષ્ય વિશ્વભરમાં આ રમતનો ફેલાવો કરવાનો છે, આ માટે ચોક્કસપણે રોકાણની આવશ્યકતા રહે છે.

 

ફરી એક વખત ઘરઆંગણે જશ્ન મનાવવા ઈચ્છીએ છીએ. :

હોકી ઈન્ડિયા (HI)ના અધ્યક્ષ મોહમ્મદ મુશ્તાક અહમદે આ ઉપલબ્ધિ અંગે ખુશી દર્શાવતા જણાવ્યું હતું કે અમે પુરુષ હોકી વિશ્વકપ 2023 ની યજમાની મળવા બદલ ખૂબ જ ખુશ છીએ. અમે જ્યારે બોલીની પ્રક્રિયામાં ભાગ લીધો હતો ત્યારે અમે અમારા દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી વધારે ખાસ રીતે ઉજવવા માગી છીએ. અમે છેલ્લે વર્ષ 1975માં વિશ્વકપમાં જીત મેળવી હતી.

 

ગત વિશ્વકપ બેલ્જિયમે જીત્યો હતો :

ગત વર્ષ ભારતમાં આયોજીત ટુર્નામેન્ટ દરમિયાન તમામ મેચ ઓડિશામાં રમાઈ હતી. ફાઈનલમાં બેલ્જિયમે નેધર્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 થી હરાવ્યું હતું. તે સમયે ભારતીય ટીમ છઠ્ઠા સ્થાન પર રહી હતી. બીજીબાજુ મહિલાઓના વર્ગમાં વર્ષ 2022 વર્લ્ડ કપ માટે સ્પેન અને નેધર્લેન્ડ સંયુક્ત યજમાની કરશે

 

adv

Related News

post
post
post
post
post
post
post