• Home
  • News
  • પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન આવશે ભારત! આપવામાં આવી શકે છે આમંત્રણ
post

ઇસ્લામાબાદની પાસે ભવિષ્યમાં આ પ્રકારની વૈશ્વિક બેઇજ્જતીથી બચવાનો વિકલ્પ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 11:15:53

શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશનની મીટિંગ માટે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પણ દિલ્હી આવવાનું આમંત્રણ મોકલવામાં આવી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર SCOની બેઠક વર્ષનાં અંતમાં દિલ્હીમાં આયોજિત કરવામાં આવી શકે છે. મીટિંગ માટે ઔપચારિક નિમંત્રણ જલદીથી SCOમાં સામેલ તમામ દેશોને મોકલવામાં આવી શકે છે.

 

SCOમાં 8 સભ્ય દેશો અને 4 ઑબ્ઝર્વર દેશો સામેલ 

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારનાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આની જાણકારી આપી છે. રવીશ કુમારથી જ્યારે પાકિસ્તાનને નિમંત્રણ આપવાની વાત પર પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે, “તમામ 8 દેશો અને 4 ઑબ્ઝર્વર દેશોને નિમંત્રણ આપવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે SCOમાં ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, પાકિસ્તાન અને ભારત સામેલ છે. જ્યારે 4 ઑબ્ઝર્વર દેશોમાં અફઘાનિસ્તાન, ઈરાન, બેલારૂસ અને મંગોલિયાને સામેલ કરવામાં આવ્યા છે.

 

UNSCમાં પાકિસ્તાન-ચીનને થવું પડ્યું નિરાશ

 

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં પાકિસ્તાનની મદદ કરવા પર ચીનને પણ ફટકાર લગાવતા કહ્યું કે ચીને વૈશ્વિક સામાન્ય સંમતિ પર ગંભીરતાથી વિચારવું જોઇએ અને ભવિષ્યમાં પ્રકારનાં કૃત્યથી બચવું જોઇએ. પાકિસ્તાને ચીનની મદદથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વારંવાર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેને કોઈનું સમર્થન નથી મળ્યું. તાજો પ્રયત્ન પણ અસફળ રહ્યો છે, કેમકે 15 સભ્યોની સુરક્ષા પરિષદનાં અન્ય સભ્યોને લાગે છે કે કાશ્મીર, ભારત અને પાકિસ્તાનનો દ્વીપક્ષીય મુદ્દો છે.

 

ચીનને ભારતે લગાવી ફટકાર

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે એક બ્રીફિંગમાં યૂએનએસસીમાં ઘટનાક્રમ વિશે પુછવામાં આવવા પર કહ્યું કે સુરક્ષા પરિષદનો બહુમત સાથે વિચાર છે કે પ્રકારનાં મુદ્દાઓ માટે યોગ્ય મંચ નથી. તેમણે કહ્યું કે, “પાકિસ્તાને યૂએનએસસીનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. ઇસ્લામાબાદની પાસે ભવિષ્યમાં પ્રકારની વૈશ્વિક બેઇજ્જતીથી બચવાનો વિકલ્પ છે.”

 

ઈમરાન ખાન SCO બેઠકમાં ભારત આવી શકે છે

રવીશ કુમારે કહ્યું કે, “પાયાવિહોણા આરોપ લગાવવા તથા સ્થિતિને ચિંતાજનક દર્શાવવાનાં પાકિસ્તાનનાં પ્રયત્નો અસફળ થઈ ગયા છે, કેમકે તેની પ્રામાણિકતા નથી.” વર્ષે ભારતમાં એસસીઓનાં સભ્ય દેશોનાં પ્રધાનમંત્રીઓની બેઠકમાં પાકિસ્તાનને આમંત્રિત કરવાનાં પ્રશ્ન પર કુમારે કહ્યું કે, “તમામ 8 સભ્ય દેશો અને 4 ઑબ્ઝર્વરને આમંત્રિત કરવામાં આવશે.”

 

adv

Related News

post
post
post
post
post
post
post