• Home
  • News
  • ભારત 4 મેદાનો પર T-20 રમશે; ટોરંગામાં પહેલી બેટિંગ કરનાર ટીમ 100% મેચ જીતી, વેલિંગ્ટનમાં રનચેઝને પ્રાથમિકતા
post

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે 5 T-20, 3 વનડે અને 2 ટેસ્ટ રમશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-23 11:37:04

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 T-20 સીરિઝની પહેલી મેચ આવતીકાલે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. બીજી મેચ 26 જાન્યુઆરીએ ઓકલેન્ડ, ત્રીજી 29 હેમિલ્ટન, ચોથી 31 વેલિંગ્ટન અને પાંચમી 2 ફેબ્રુઆરીએ માઉન્ટ મોનગનુઈ (ટોરંગા)માં રમાશે. ટોરંગામાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 8માંથી 7 મેચ જીતી છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. જ્યારે વેલિંગ્ટનમાં ચેઝ કરનાર ટીમ 12માંથી 7 મેચ જીતી છે. 5માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતની તાકત
ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને લોકેશ રાહુલ સારા ફોર્મમાં છે. તે ટીમની તાકત છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડેમાં વિરાટે 61ની એવરેજથી 183, રોહિતે 57ની એવરેજથી 171 અને રાહુલે 48.66ની એવરેજથી 146 રન કર્યા હતા.

ભારતની નબળાઈ
ભારતીય સ્પિનર્સ વિકેટ લેવામાં નિષ્ફ્ળ રહ્યા છે. તે વધુ રન આપી રહ્યા છે અને સામે તેમની વિકેટ પણ મળતી નથી. છેલ્લી 3 વનડેમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામે તક મળી હતી. બંનેએ 3 મેચમાં સાથે મળીને 7 વિકેટ લીધી હતી. તે દરમિયાન તેમણે 58 ઓવરમાં 325 રન આપ્યા હતા.

ચારેય મેદાનના આંકડા:

ઓકલેન્ડ
કુલ T-20 : 20
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી : 9
પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી : 8
પ્રથમ બેટિંગમાં એવરેજ સ્કોર : 168
બીજી બેટિંગમાં એવરેજ સ્કોર : 149

હેમિલ્ટન
કુલ T-20 : 11
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી : 6
પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી : 5
પ્રથમ બેટિંગમાં એવરેજ સ્કોર : 172
બીજી બેટિંગમાં એવરેજ સ્કોર : 160

વેલિંગ્ટન
કુલ T-20 : 12
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી : 5
પ્રથમ બોલિંગ કરનાર ટીમ જીતી : 7
પ્રથમ બેટિંગમાં એવરેજ સ્કોર : 160
બીજી બેટિંગમાં એવરેજ સ્કોર : 133

માઉન્ટ મોનગનુઈ
કુલ T-20 : 8
પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી : 7
નો રિઝલ્ટ : 1
પ્રથમ બેટિંગમાં એવરેજ સ્કોર : 181
બીજી બેટિંગમાં એવરેજ સ્કોર : 145

હેડ-ટૂ-હેડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 11 T-20 રમાઈ છે. ટીમ ઇન્ડિયાએ 3માં જીત મેળવી છે, જ્યારે 8માં હારનો સામનો કર્યો છે. બંને ટીમ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં 5 મેચ રમાઈ છે, ભારત તેમાંથી માત્ર 1 મેચ જીત્યું છે અને ચારમાં ટીમે હારનો સામનો કર્યો છે.

ભારતીય ટી 20 સ્ક્વોડ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કપ્તાન), સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post