• Home
  • News
  • ચીન સાથે અથડામણ પછી ઈન્ડિયન એરફોર્સ એક્શનમાં:અરુણાચલ પાસે ફાઇટર જેટનું કોમ્બેટ એર પેટ્રોલિંગ, 3 વખત ચીની ડ્રોનની ઘૂસણખોરી અટકાવી
post

9 ડિસેમ્બરે તવાંગમાં અથડામણ, સેનાએ 600 ચીની સૈનિકોને ભગાડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-13 17:42:36

તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ પછી ઈન્ડિયન એરફોર્સ (IAF)એ અરુણાચલ સરહદ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ, એટલે કે લડાકુ ઉડાન શરૂ કરી છે. 9 ડિસેમ્બરે તવાંગમાં શરૂ થયેલી અથડામણ પહેલાં પણ ચીને અરુણાચલ સરહદમાં ડ્રોન મોકલવાના પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી IAFએ તાત્કાલિક પોતાનાં લડાકુ વિમાન અરુણાચલની સરહદ પર તહેનાત કર્યાં.

એક ન્યૂઝ અનુસાર, ચીન LAC પાસેના બે વિસ્તાર હોલીદીપ અને પરિક્રમામાં ભારતીય ચોકીઓનો વિરોધ કરી રહ્યું છે. ભારતીય લડાકુ વિમાનોએ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં 2-3 વખત આ પોસ્ટ્સ તરફ આગળ વધતા ડ્રોનને અટકાવ્યા છે. સુખોઈ-30MKIએ આ હવાઈ ઉલ્લંઘન અટકાવ્યું હતું.

LAC પર IAFની ચીની ડ્રોન પર નજર
જો ડ્રોન LACની બરાબરીમાં ઊડે છે તો ભારતીય સેનાને આનાથી કોઈ પરેશાની નથી. જો કોઈપણ એરક્રાફ્ટ અથવા ડ્રોન ભારતીય સરહદ તરફ ઊડે છે અને તેમની આક્રમક પ્રવૃત્તિ આપણા રડાર પર જોવા મળે છે તો એ હવાઈ ઉલ્લંઘન ગણાશે અને IAF તાત્કાલિક પગલાં લેશે.

નોર્થ ઈસ્ટમાં એરફોર્સની હાજરી ઘણી મજબૂત છે. સુખોઈ-30 આસામના તેજપુર અને ચબુઆમાં ઘણી જગ્યાએ તહેનાત છે. બંગાળના હાશિમારામાં રાફેલ ફાઈટર જેટ પણ તહેનાત છે, જે ખૂબ જ ઓછા સમયમાં નોર્થ ઈસ્ટને કવર કરી શકે છે.

કોમ્બેટ એર પેટ્રોલ અથવા કોમ્બેટ ફ્લાઇટ્સ શું છે?
ફાઇટર પ્લેન માટે ફ્લાઇટ મિશન નક્કી કરવા. આ પ્રકારની કવાયતમાં એરક્રાફ્ટને ચોક્કસ વિસ્તાર પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવે છે. સામાન્ય રીતે આવા મિશન વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ વિસ્તારો, યુદ્ધક્ષેત્રો, જમીન અથવા સમુદ્રના રક્ષણ માટે શરૂ કરવામાં આવે છે.
આવા મિશન હેઠળ ફાઇટર એરક્રાફ્ટને ઘૂસણખોરી કરનારા એરક્રાફ્ટ અથવા અન્ય કોઈપણ મશીનરીને મારવાનો આદેશ આપવામાં આવે છે.
આવા મિશનમાં દુશ્મનનું ફાઈટર પ્લેન લક્ષ્ય સુધી પહોંચતાં પહેલાં જ નાશ પામે છે. જમીન અને સમુદ્ર બંને પર કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે છે. આના દ્વારા આપણા ફાઈટર પ્લેન, જમીન પરની મશીનરી કે દરિયામાં જહાજોનું રક્ષણ થાય છે.

ચીન 17000 ફૂટની ઊંચાઈએ આવેલા તવાંગ પર કબજો કરવા માગે છે, એનાં 3 કારણઃ
1. 17
હજાર ફૂટ પર ચીની ચોકી હોય, તો સમગ્ર અરુણાચલ પર નજર રાખવું સરળ
અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પાસે તવાંગ શહેર લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આ સ્થળ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તવાંગથી સમગ્ર અરુણાચલ પ્રદેશ પર નજર રાખી શકાય છે. આ જ કારણસર ચીન એને હડપ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. ચીને 1962ના યુદ્ધમાં તવાંગ પર કબજો કર્યો હતો, જોકે યુદ્ધવિરામ પછી એને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, કારણ કે તવાંગ મેકમોહન લાઇન અથવા LACની અંદર આવે છે.

2. LAC પાર કરવા માટે તવાંગ એક મહત્ત્વપૂર્ણ પોઇન્ટ છે
તવાંગ પર ચીનના ખરાબ ઈરાદાનું બીજું કારણ એ છે કે તવાંગ એ ભારત અને ચીન વચ્ચે LAC પાર કરવાના બે સૌથી મહત્ત્વપૂર્ણ પોઇન્ટમાંથી એક છે. પ્રથમ પોઇન્ટ ચંબા ખીણ છે, જે નેપાળ અને તિબેટની સરહદ પર છે. બીજું સ્થાન તવાંગ છે, જે ચીન અને ભુતાનના જંક્શન પર છે. અહીંથી ચીન માટે આખા તિબેટ પર નજર રાખવી ખૂબ જ સરળ બની જશે.

3. ચીનના વિરોધનું મુખ્ય કારણ ધર્મગુરુ દલાઈ લામા છે
ચીનના તવાંગના વિરોધનું ત્રીજું મોટું કારણ તિબેટના ધર્મગુરુ દલાઈ લામા છે. હકીકતમાં 1959માં તિબેટ છોડ્યા બાદ દલાઈ લામાએ તવાંગમાં થોડા દિવસો વિતાવ્યા હતા. અહીં એક મોટો બૌદ્ધ મઠ પણ છે. આ સંદર્ભમાં ચીન તવાંગના કબજાને પોતાની પ્રતિષ્ઠાની લડાઈ માને છે.

9 ડિસેમ્બરે તવાંગમાં અથડામણ, સેનાએ 600 ચીની સૈનિકોને ભગાડ્યા
9
ડિસેમ્બરે તવાંગના યાંગસ્ટે ખાતે 17 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલી ભારતીય ચોકીને હટાવવા માટે 600 ચીની સૈનિકો ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ કાંટાળી લાકડીઓ અને ઈલેક્ટ્રિક દંડાથી સજ્જ હતા. ભારતીય સેના પણ આ વખતે સંપૂર્ણ રીતે તૈયાર હતી. અમારી સેનાએ પણ તેમને કાંટાળી લાકડીઓ અને સળિયાથી જવાબ આપ્યો. આમાં ચીનના ડઝનબંધ સૈનિકોનાં હાડકાં તૂટી ગયાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post