• Home
  • News
  • ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો, પત્ની નતાશાએ બેબી બોયને જન્મ આપ્યો
post

હાર્દિકે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 10:55:04

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બન્યો છે. તેની પત્ની સ્ટેનકોવિચ નતાશાએ ગુરુવારે બેબી બોયને જન્મ આપ્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને આ ગુડ ન્યૂઝ શેર કર્યા હતા.

હાર્દિકે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને નતાશા પ્રેગનન્ટ હોવાની જાણકારી પણ આપી હતી.

તે પહેલાં બંનેએ જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. ત્યારે હાર્દિકએ નતાશા સાથે ફોટો શેર કરતાં લખ્યું કે, 'મે તેરા,તૂં મેરી જાને સારા હિન્દુસ્તાન. 01-01-2020 #Engaged.'

મૂળ સર્બિયાની નતાશા ફિલ્મો ઉપરાંત રિયાલિટી શો નચબલિયે-9માં પણ જોવા મળી હતી. તે બિગ બોસ -8માં ભાગ લઈ ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post