• Home
  • News
  • પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનો દૂતાવાસમાંથી મૃતદેહ મળ્યો;મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી, વિદેશમંત્રી જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું
post

પેલેસ્ટાઇન વહીવટીતંત્રએ તપાસના આદેશ આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-07 11:37:39

નવી દિલ્લી : પેલેસ્ટાઇનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે મુકુલ આર્યાના અવસાનની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેમને ભારે આઘાત લાગ્યો છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતીય રાજદ્વારીના અવસાનથી તેમને દુઃખ છે. હજુ સુધી તેમના અવસાન અંગે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે રમલ્લામાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના સમાચાર ભારે આઘાતજનક છે.

પેલેસ્ટાઇનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું
પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પેસેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યના અવસાનથી તેમને ભારે આઘાત લાગ્યો છે. અમે ભારતીય વિદેશ મંત્રાલયનો સત્તાવાર રીતે સંપર્ક કરી રહ્યા છીએ જેથી મૃતક રાજદૂતના પાર્થિવ શરીરને તેમના દેશ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

તેમણે મુકુલ આર્યને એક પ્રતિભાશાળી અધિકારી ગણાવ્યા હતા.બીજી બાજુ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ તથા વડાપ્રધાન મુહમ્મદ શતયેહે, સ્વાસ્થ્ય તથા ફોરેન્સિક હેલ્થ મંત્રાલય ઉપરાંત પોલીસ અને તથા જાહેર બાબતના અધિકારીઓએ તાત્કાલિક રામલ્લાહમાં ભારતીય રાજદૂતના નિવાસ સ્થાને જવા આદેશ કર્યો છે. પેલેસ્ટાઈનની પોલીસે ભારતીય રાજદ્વારીના મોત અંગે તપાસના પણ તાત્કાલિક આદેશ આપ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post