• Home
  • News
  • સ્વદેશી હોવિત્ઝર તોપ ભારતીય સેનામાં સામેલ, અમેરિકાથી ગાઈડેડ દારૂગોળા ખરીદ્યા
post

ભારતે તેમની સૈન્ય શક્તિ વધારતા સ્વદેશી ધનુષ હોવિત્ઝર તોપને સેનામાં સામેલ કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-17 10:26:01

નવી દિલ્હી: ભારતે તેમની સૈન્ય શક્તિ વધારતા સ્વદેશી ધનુષ હોવિત્ઝર તોપને સેનામાં સામેલ કરી દીધી છે. તે માટે અમેરિકાથી ગાઈડેડ દારૂગોળા ખરીદવામાં આવ્યા છે. સીનિયર અધિકારીઓએ બુધવારે હોવિત્ઝરને સેનામાં સામેલ કર્યું હોવાની માહિતી આપી છે. તેનાથી 50 કિમી દૂર સુધી પણ નિશાનને ટાર્ગેટ કરી શકાય છે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી ઘણી વસ્તીવાળા વિસ્તારમાં પણ દુશ્મનોને સરળતાથી ટાર્ગેટ કરી શકાય છે.

આર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાથી ગાઈડેડ દારૂ ગોળો ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા અંતર્ગત લેવામાં આવી રહ્યો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના નવા પદ વિશે ચર્ચા પણ કરવામાં આવી છે. સેનાના કમાન્ડરોએ એવુ માળખુ બનાવવાનું નક્કી કર્યું છે જે સેવાઓની સાથે નવા કાર્યકાળના પ્રભાવી એકીકરણમાં મદદ કરી શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમાન્ડર્સને સેનામાં ધનુષ તોપ સામેલ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે. તે સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તે યુદ્ધના સમયે કેવી રીતે ભારતીય સેનાની ક્ષમતામાં વધારો કરશે.

સીનિયર ઓફિસર્સે તે સૈનિકો માટે વધારવામાં આવેલી ગ્રાન્ટ રકમના પ્રસ્તાવ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમને 10 વર્ષની સેવા પહેલા ઈન્જરી અથવા દિવ્યાંગતાના કારણે બહાર કરવામાં આવ્યા હતા. 1965 અને 1971ના ઈમરજન્સી આયોગના અધિકારીઓના પેન્શન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અધિકારીઓના રેકોર્ડને સારી રીતે રાખવા માટે ઓફિસર્સ ઓટોમેટેડ ઈન્ફોર્મેશન સિસ્ટમ (ઓએએસઆઈએસ)ને પણ શરૂ કરવામાં આવ્યું. ઓએએસઆઈએસને આર્મી ઈન્ટ્રાનેટ દ્વારા ચલાવવામાં આવશે. તેમાં પ્રી-કમિશનિંગથી લઈને નિવૃત્તિ સુધી દરેક અધિકારીઓની માહિતી હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post