• Home
  • News
  • ઈન્ડિયન મુઝાહિદ્દીને આતંકી ગતિવિધિયો માટે નેપાળને અડ્ડો બનાવ્યો
post

અમેરિકન વિદેશ વિભાગે ‘કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ 2018’ જાહેર કરી આતંકી સંગઠન ઈન્ડિયન મુઝાહિદ્દીન (IM) વિશે મોટો ખુલાસો કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-06 10:45:18

વોશિંગ્ટન: અમેરિકન વિદેશ વિભાગે કન્ટ્રી રિપોર્ટ ઓન ટેરરિઝમ 2018’ જાહેર કરી આતંકી સંગઠન ઈન્ડિયન મુઝાહિદ્દીન (IM) વિશે મોટો ખુલાસો કર્યો છે. 1 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, આઈએમએ ભારત વિરુદ્ધ આતંકી હુમલા કરવા માટે નેપાળમાં સૌથી મોટો અડ્ડો બનાવ્યો છે. તે ઉપરાંત તેમણે પાકિસ્તાની આતંકી સંગઠન લશકર-એ-તોઈબા, જૈશ-એ-મોહમ્મદ અને હરકત-ઉલ જેહાદી ઈસ્લામી સાથે પણ હાથ મીલાવ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આઈએમનું પહેલું લક્ષ્ય ભારતમાં આતંકી હુમલા કરવાનું છે. આ જ હેતુ અંતર્ગત તેમણે તેમનો વિસ્તાર વધારીને ભારતના પડોશી દેશ નેપાળમાં તેમનો સૌથી મોટો અડ્ડો બનાવી દીધો છે. તે માટે તેમને પાકિસ્તાન સહિત મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) દેશોમાં ફંડ પણ મળે છે.

ભારત સાથે નેપાળની ખુલ્લી સીમા અને કાઠમંડૂમાં દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અપર્યાપ્ત સુરક્ષા પ્રોટોકોલના કારણે આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન તેને પોતાનો રસ્તો બનાવી રહ્યા છે. આઈએમ ભારતમાં 2005માં બોમ્બ બ્લાસ્ટ કરતા હતા અને તેના કારણે હજારો લોકોના જીવ ગયા છે. આઈએમને 11 સપ્ટેમ્બર 2011માં ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન (એફટીઓ)એ આંતરરાષ્ટ્રીય સંદઠન જાહેર કર્યું છે.

નેપાળમાં અત્યાર સુધી કોઈ મોટા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો નથી. આ જ કારણ છે કે, તેમને અત્યાર સુધી કોઈ આતંકી ગતિવિધિયોનો આભાસ નથી થયો. નેપાળમાં માઓવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (સીપીએન) જ નાના મોટા હુમલા કરે છે. સીપીએનનો નેતા નેત્રા બિકરમ ચંદ છે.

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન તેમની જમીન પર આતંકીઓને ફન્ડિંગ, ભરતી અને તેમની ટ્રેનિંગ રોકવામાં નિષ્ફળ રહ્યા છે. અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક માટે પાકિસ્તાન સુરક્ષીત આધાર છે. અહીંના રાજનેતાઓએ તાલિબાનોને જાહેરમાં સમર્થન આપ્યું છે. આતંકી સંગઠનોએ બલૂચિસ્તાન અને સિંધ પ્રાંતમાં સરકારી, બિન સરકારી સંગઠનો અને ડિપ્લોમેટિક મિશનોને સતત ટાર્ગેટ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post