• Home
  • News
  • ભારતીય મ્યૂઝિક કમ્પોઝર રિકી કેજને ત્રીજીવાર ગ્રેમી મળ્યો:અવૉર્ડ દેશને ડેડિકેટ કર્યો, કંગના રનૌતે શુભેચ્છા પાઠવી
post

રિકી કેજે વિશ્વભરના 30 દેશોમાં કુલ 100થી વધુ અવૉર્ડ્સ જીત્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 17:11:56

મુંબઈ: ગ્રેમી અવૉર્ડ્સ 2023ના વિનરની જાહેરાત થઈ ચૂકી છે. અમેરિકાના લોસ એન્જલસમાં અવૉર્ડ સેરેમની યોજાઈ હતી. આ અવૉર્ડમાં વિશ્વભરના ગાયકો તથા કમ્પોઝર્સને તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. આ અવૉર્ડ નાઇટમાં ફરી એકવાર ભારતીય સંગીતકાર રિકી રેજને ત્રીજીવાર ગ્રેમી અવૉર્ડ મળ્યો છે. રિકીને પોતાના આલ્બમ 'ડિવાઇન ટાઇડ્સ' માટે ગ્રેમી અવૉર્ડ મળ્યો છે.

ડ્રમર સ્ટીવર્ટ કોપલે્ડ સાથે અવૉર્ડ શૅર કર્યો
રિકીને લોકપ્રિય બ્રિટિશ 'રૉક બેન્ડ ધ પોલીસ'ના ડ્રમર સ્ટીવર્ટ કોપલેન્ડની સાથે આ અવૉર્ડ શૅર કર્યો છે. તેમણે આ આલ્બમમાં રિકી સાથે કામ કર્યું છે. બંનેને આ અવૉર્ડ 'બેસ્ટ ઇમર્સિવ ઓડિયો આલ્બમ' કેટેગરી માટે મળ્યો છે.

રિકીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'મેં ત્રીજીવાર ગ્રેમી અવૉર્ડ જીત્યો છે. ઘણો જ ખુશ તથા આભારી છું. આ અવૉર્ડ ભારતને ડેડિકેટ કરું છું.'

2015-2022માં પણ ગ્રેમી અવૉર્ડ મળ્યો હતો
રિકીને સૌ પહેલા 2015માં ગ્રેમી અવૉર્ડ મળ્યો હતો. તેને આલ્બમ 'વિંડ્સ ઑફ સમસારા' માટે ગ્રેમી અવૉર્ડ મળ્યો હતો. વર્ષ 2022માં બીજીવાર મ્યૂઝિક આલ્બમ 'ડિવાઇન ટાઇડ્સ' માટે 'બેસ્ટ ન્યૂ એજ આલ્બમ' કેટેગરીમાં સ્ટીવર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી અવૉર્ડ જીત્યો હતો. 2023માં આ આલ્બમને બીજીવાર ગ્રેમી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

રિકીએ 100થી વધુ અવૉર્ડ જીત્યા
રિકી કેજે વિશ્વભરના 30 દેશોમાં કુલ 100થી વધુ અવૉર્ડ્સ જીત્યા છે. રિકીને તેના કામ માટે યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેનિટેરિયન આર્ટિસ્ટ તથા યુથ આઇકોન ઑફ ઇન્ડિયા માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. 2021માં રિલીઝ થયેલા આલ્બમ 'ડિવાઇન ટાઇડ્સ'માં 9 ગીતો તથા આઠ મ્યૂઝિક વીડિયો સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post