• Home
  • News
  • વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું, બેડમિન્ટનમાં જાપાનને હરાવીને પ્રથમ ભારતીય વર્લ્ડ ચેમ્પિયન બની સિંધુ
post

વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું, બેડમિન્ટનમાં જાપાનને હરાવીને પ્રથમ ભારતીય વર્લ્ડ ચેમ્પિયન બની સિંધુ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 13:52:40


બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ ફરી એક વખત વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે, સ્વિઝરલેન્ડમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયન શિપમાં જાપાનની નોજોમી ઓકુહારાને માત્ર 38 મીનિટમાં 21-7, 21-7 થી હરાવી દીધી છે, તે સાથે જ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી સિંધુ પહેલી ભારતીય ખેલાડી બની ગઇ છે, તેને દુનિયાની ચોથા નંબરની જાપાનની ઓકુહારાને હરાવીને ગોલ્ડમેડલ મેળવ્યો છે, આ જીત પર સિંધુના કોચ કિમ જી યુને જણાવ્યુ કે સિંધુએ મિનિમમ સ્ટ્રેસ-મેક્સિમમ ડેમેજની નીતિ અપનાવીને જીત મેળવી છે, પગલા કરતા પોતાની લાંબી પહોંચ અને કાંડાનો ઉપયોગ કરીનને તેને કમાલ કરી બતાવ્યો છે.સિંધુની જીત પર પીએમ મોદીએ ટ્વિટ કરીને તેને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે સિંધુ ની આ સફળતા નવી પેઢીને પ્રોત્સાહિત કરશે


નોંધનિય છે કે 2017માં આ જ ટૂર્નામેન્ટની ફાઈનલમાં જાપાનની ઓકુહારાએ સિંધુને હરાવી દીધી હતી, બંને વચ્ચે ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી લાંબી 110 મિનિટની મેચ રમાઇ હતી અને હવે માત્ર 38 મીનિટમાં સિંધુએ જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.


adv

Related News

post
post
post
post
post
post
post