• Home
  • News
  • ભારત- ચીન સેનાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
post

ભારત અને ચીન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શનિવારે શરૂ થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 12:17:52

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શનિવારે શરૂ થયો છે. ભારતીય સેનાએ રવિવારે કહ્યું કે, બન્ને દેશ આતંકવાદના જોખમને જોઈ રહ્યા છે. તેની સામે પહોંચી વળવા માટે ખભેથી ખભો મળાવીને બન્ને દેશો ઊભા છે. મેઘાલયના ઉમરોઈમાં ચાલી રહેલા સૈન્ય અભ્યાસના કારણે દુનિયાને એક મજબૂત સંદેશો મળશે.

અભ્યાસનો ઉદ્દેશ આતંકવાદ નાબૂદ કરવાના અભિયાન અંગે પોતાને તૈયાર કરવાનો અને એકબીજાના અનુભવોને વધારવાનો છે. સેનાએ કહ્યું કે, આતંકવાદ નાબૂદ કરવાના અભિયાનો સિવાય,માનવીય સહાયતા અને આપત્તિ રાહત અભિયાનો પર પણ ચર્ચા કરાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post