• Home
  • News
  • નિત્યાનંદ વિવાદ મુદ્દે જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ કહ્યું, આવા તકલાદી સાધુને દેશવટો દેવો જાઇએ
post

હંમેશા વિવાદોમાં રહેતા સાધુ નિત્યાનંદના અમદાવાદ આશ્રમના વિવાદમાં જૂના અખાડાનાના સાધુએ મોટુ નિવેદન આપ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-20 12:50:49

જૂનાગઢ: હંમેશા વિવાદોમાં રહેતા સાધુ નિત્યાનંદના અમદાવાદ આશ્રમના વિવાદમાં જૂના અખાડાનાના સાધુએ મોટુ નિવેદન આપ્યું છે. નિત્યાનંદ સાથે જોડાયેલા વિવાદ મામલે આજે દશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ, જૂનાગઢના ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી મહારાજે મીડીયા સમક્ષ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, સમાજ અને ધર્મને કલંકિત કરે તેવા સાધુની અમારે જરૂર નથી, આવા તકલાદી સાધુને દેશવટો દેવો જોઈએ અને જૂના અખાડાના સાધુ નિત્યાનંદનો બહિષ્કાર કરશે.

જૂનાગઢ ભવનાથમાં વિશાળ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ધરાવતા પ્રખર રાષ્ટ્રવાદી સંત ઇન્દ્રભારતી મહારાજે વધુમાં એવું પણ કહ્યું કે, અમદાવાદ સ્થિત તેમના આશ્રમની અંદર જે કંઈ પ્રવૃત્તિ થતી હોય પણ અજુગતી પ્રવૃત્તિઓ છે, તે સાધુ સંતો માટે વ્યાજબી નથી. અને સાધુ સંતોએ આ વિવાદમાં પડવું ના જોઈએ. આજે નિત્યાનંદ કર્ણાટક અને બેંગ્લોરમાં મોટા આશ્રમો ધરાવે છે. અને પોતે એક સંત પરંપરા અંદર છે. પરંતુ થોડો સમય પહેલા તેનો વિવાદ થયો હતો ત્યારે અખાડા પરિષદે તેમનો બહિષ્કાર કર્યો હતો.

આજે સાધુ સંતોને કોઈપણ આવા વિવાદમાં પડવું ના જોઈએ. જો પડવાથી ધર્મને હાનિ પહોંચે તો ગુજરાતની જનતાને હું આહવાન કરું છુ આવા તકવાદી સાધુનો તમે વિરોધ કરો. આવા તકવાદી સાધુને પ્રોત્સાહન દેવું ના જોઈએ. પોલીસને પણ વિનંતી છે કે આ કેસમાં તટસ્થ અને ઝીણવટભરી તપાસ કરીને કડક સજા કરવી જોઈએ. જેનાથી સમાજ, ધર્મ કલંકિત થાય તેવા સાધુને અમારે જરૂર નથી. અખાડાના સાધુ હોય અને તેનો બહિષ્કાર નહીં થયો હોય તો તેનો બહિષ્કાર કરીશું. આવી તકવાદી પ્રવૃત્તિ સાધુ સમાજ સહન નહીં કરે. આવા સાધુને દેશવટો દેવો જોઈએ. તેનો સાધુ સમાજ વિરોધ કરે તેવું જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post