• Home
  • News
  • 'મસ્તાની' પર ઈન્ડસ્ટ્રીના 600 કરોડ રૂપિયા દાવ પર, સંજય દત્તની જેમ ફિલ્મી કરિયરને નુકસાન નહીં, બ્રાન્ડ ઍન્ડોર્સમેન્ટમાં ખોટ
post

દીપિકા બચી જશે, જયા સાહા-કરિશ્મા પ્રકાશને સજા થાય તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-25 11:56:25

ડ્રગ્સ વિવાદને કારણે દીપિકા પાદુકોણને પ્રોફેશનલ લાઈફમાં નુકસાન થશે અને તેમાંય ખાસ કરીને ઍન્ડોર્સમૅન્ટમાં ખોટ થશે. ટ્રેડ પંડિતોના મતે, ફિલ્મ તથા ઍન્ડોર્સમૅન્ટ થઈને ઈન્ડસ્ટ્રીના 500 કરોડ રૂપિયા દીપિકા પાદુકોણ પર લાગેલા છે. તેની પાસે શકુન બત્રા તથા મધુ મન્ટેનાની ફિલ્મ છે. મધુ મન્ટેના પણ ડ્રગ્સને કારણે ચર્ચામાં છે. મધુની સાથે દીપિકા દ્રૌપદી પર આધારિત ફિલ્મ બનાવવાની છે. આ ફિલ્મ 200 કરોડની છે. શકુનની ફિલ્મ 80-90 કરોડની હોવાની ચર્ચા છે. આ ઉપરાંત દીપિકા પાસે 33 ઍન્ડોર્સમેન્ટ છે. આ ઍન્ડોર્સમેન્ટ 300 કરોડ રૂપિયાના છે.

દીપિકા પર લાગેલા દાવનો હિસાબ-કિતાબ

પ્રોજેક્ટ

કેટલા કરોડ દાવ પર

પ્રોડ્યૂસર મધુ મન્ટેનાની ફિલ્મ

200 કરોડ રૂ

ડિરેક્ટર શકુન બત્રાની ફિલ્મ

80-90 કરોડ રૂ.

33 બ્રાન્ડ ઍન્ડોર્સમેન્ટની ડીલ

300 કરોડ રૂ.

(ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનના મતે, દીપિકા એક ઍન્ડોર્સમેન્ટ માટે 8-12 કરોડ રૂપિયા લે છે)

દીપિકાની કરિયર પર અસર પડશે
ટ્રેડ એનાલિસ્ટ રાજ બંસલે કહ્યું હતું, 'દીપિકાની કરિયર પર અસર પડશે. હાલમાં લોકો ખેડૂત બિલ પર વાત નથી કરતા. સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ કે આત્મહત્યા કરી તેના પર પણ વાત થતી નથી. આખો દિવસ ડ્રગ્સમાં કોણ કોણ સંડોવાયેલું હશે તેના નામની માળા જપવામાં આવે છે. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ પણ કંઈ નથી કહેતું. તેઓ સેલિબ્રિટી હોવાને કારણે બધા જ તેમની પાછળ હાથ ધોઈને પડ્યા છે. ફિલ્મના કલેક્શન પર જરૂરથી અસર થશે.'

વધુમાં તેમણે કહ્યું હતું, 'કેટલાંક લોકો સંજય દત્તનું ઉદાહરણ આપીને કહે છે કે તે પણ ડ્રગ્સ લેતો હતો, તેણે દેશ વિરોધી કામ કર્યું હતું. તો એ લોકોને હું કહેવા માગીશ કે સંજય દત્તે જાતે સામે આવીને ડ્રગ્સની સાઈડ ઈફેક્ટ અંગે વાત કરી હતી. આ 40 વર્ષ જૂની વાત છે. તેણે યુવાનાનો અપીલ કરી હતી કે તેઓ આ માયાજાળમાં ફસાય નહીં. તેણે પોતાના પિતાને આ કાદવમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. દીપિકાના કેસમાં હજી આક્ષેપો સાબિત તો થવા દો. ત્યારબાદ તેનું નિવેદન શું આવે છે, તેનાથી આગળની સ્થિતિ નક્કી થશે.'

ઍન્ડોર્સમેન્ટ સ્તરે નુકસાન થશે
ટ્રેડ પંડિત અતુલ મોહને કહ્યું હતું, 'સંજય દત્ત પણ ડ્રગ્સ તથા આતંકવાદી ગતિવિધિમાં સામેલ હતો. તેમ છતાંય દર્શકોએ તેને સ્વીકાર્યો હતો. દીપિકાને ફિલ્મ અંગે કોઈ નુકસાન નથી. જોકે, ઍન્ડોર્સમેન્ટના સ્તર પર નુકસાન શક્ય છે. નશાના કેસમાં તેના વ્યક્તિત્વ પર અસર થશે. દીપિકા, રણવીર જેવા સ્ટાર્સની કમાણી ઍન્ડોર્સમેન્ટમાં વધારે થાય છે. જો નશામાં નામ આવે છે તો સો કોલ્ડ ચરિત્રનું નુકસાન થાય છે. આ જ કારણે કંપનીઓ આવી હસ્તીઓથી દૂર રહે છે, જેથી માસ સ્કેલના કન્ઝ્યૂમર અન્ય પ્રોડક્ટમાં શિફ્ટ ના થઈ જાય.'

અતુલ મોહને એ વાત પર ભાર મૂક્યો હતો કે દીપિકાને જેલ થશે નહીં. તેમણે કહ્યું હતું, 'એક તો વ્હોટ્સએપ ચેટને સાબિત કરવાની છે. બીજું કે ડ્રગ્સ કન્ઝ્યૂમ કરવા પર જેલ થતી નથી. જે લોકો ટ્રેડિંગ કરતા હોય તેમને જેલ થાય છે. આ એ વાત જરૂર છે કે ડ્રગ્સનો ઉપયોગ કર્યા બાદ દીપિકા પોતાના ચાહકોને કેવી રીતે કન્વીસ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.'

adv

Related News

post
post
post
post
post
post
post