• Home
  • News
  • મોંઘવારી અને ગન કલ્ચરથી ત્રાસ:અમેરિકી યુવાઓનું યુરોપ ભણી પલાયન, 1 વર્ષમાં યુરોપમાં તેમની સંખ્યા 45% સુધી વધી
post

વિશ્વના લાખો લોકો અમેરિકન ડ્રીમ્સ જીવવા માગે છે પણ અમેરિકી યુવા યુરોપ જઇ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-15 19:33:17

વિશ્વના લાખો લોકો અમેરિકન ડ્રીમ્સ લઇને અમેરિકા જાય છે પણ અમેરિકી યુવાઓ યુરોપના દેશો ભણી પલાયન કરી રહ્યા છે. આ ટ્રેન્ડ નવો છે, કેમ કે અત્યાર સુધી અમેરિકામાં નિવૃત્ત થઇ ચૂકેલા લોકો ઇટાલી, પોર્ટુગલ, સ્પેન, ગ્રીસ અને ફ્રાન્સ જેવા દેશોમાં જઇને વસતા આવ્યા છે. ગ્રીસ, પોર્ટુગલ, ઇટાલી વગેરે દેશોમાં ગત વર્ષની સરખામણીમાં અમેરિકનોની સંખ્યા 45% સુધી વધી છે. અમેરિકનો આવવાથી ઇટાલીની ઘણી કંપનીઓની કમાણી પણ વધી ગઇ છે.

પલાયનનું મુખ્ય કારણ છે ડોલરનું મજબૂત થવું. અમેરિકામાં મોંઘી સારવાર, ગન કલ્ચરને પગલે ગુનાખોરી વધી છે. ડોલર મજબૂત થવાથી અમેરિકી નાગરિકો બીજા દેશોમાં ઓછા ખર્ચે સરળતાથી આરામદાયક રીતે જીવી લે છે. કેલિફોર્નિયાની જેટ વિટમેન પતિ અને સંતાનો સાથે પોર્ટુગલમાં રહેવા લાગી છે. તે સંતાનોને અલગ માહોલમાં ઉછેરવા માગે છે. એવા માહોલમાં કે જ્યાં ભણવા માટે લોન ન લેવી પડે અને આરોગ્ય સુવિધાઓ મફત હોય.

કોરોનાકાળમાં કામદાર વર્ગે અનુભવ્યું કે તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે તફાવત પારખી શક્યા નથી. આ કારણથી અમેરિકામાં 2021માં 4 કરોડથી વધુ લોકોએ નોકરી છોડી છે. આ દરમિયાન લોકો મોંઘી સારવારને કારણે હોસ્પિટલ જવાનું પણ ટાળતા રહ્યા. નિયમિત ચેકઅપ ન કરાવી શક્યા. એવામાં બહેતર જિંદગીની આશાએ અમેરિકનો યુરોપના દેશો પર ભરોસો મૂકી રહ્યા છે. વર્ષ 2020માં હત્યાના આંકડા પણ 30% સુધી વધ્યા. એક સરવે મુજબ અમેરિકનોનું માનવું છે કે મોંઘવારી બાદ ગન કલ્ચર સૌથી મોટી સમસ્યા છે. બીજી તરફ યુરોપના દેશોમાં ગુનાખોરી ઓછી છે. કલ્યાણકારી યોજનાઓ ઘણી છે અને મકાનો પણ ઓછી કિંમતે મળી જાય છે.

અમેરિકી કંપનીઓમાં વેતન વધુ હોવાથી રિમોટ વર્ક ચાલુ રાખે છે
ઘણા એવા છે કે જે યુરોપમાં રહીને અમેરિકી કંપનીઓ માટે રિમોટ વર્ક કરે છે. યુરોપના દેશોમાં 27000થી 45000 ડોલર સુધી સેલરી મળે છે જ્યારે અમેરિકી કંપનીઓ 70 હજાર ડોલર સેલરી આપે છે. તેથી તે આ કંપનીઓનું કામ છોડવા નથી ઇચ્છતા. તેઓ અમેરિકી કંપનીઓ પાસેથી કમાઇને યુરોપના દેશોમાં ખર્ચશે તો તેમનો પર્ચેઝિંગ પાવર મજબૂત રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post