• Home
  • News
  • ઈન્ફોસિસના નારાયણમૂર્તિના જમાઈ રૂષિ સુનક બ્રિટનના નાણામંત્રી બન્યા, વડાપ્રધાન જ્હોનસને ટ્વિટ કરીને માહિતી આપી
post

ઓક્સફર્ડમાં ભણેલા રૂષિ 2015થી બ્રિટનની રાજનીતિમાં સક્રિય છે અને ચીફ સેક્રેટરી ઓફ ટ્રેઝરીની જવાબદારી સંભાળી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:13:17

બ્રિટનના નાણામંત્રી તરીકે ભારતીય મૂળના રૂષિ સુનકની નિમણૂંક કરવા અંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોનસને ટ્વિટ કર્યું સાથે 39 વર્ષિય રૂષિ લાઈમલાઈટમાં આવી ગયા છે. રૂષિ ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ છે.

ઓક્સફર્ડ અને સ્ટેનફોર્ડ જેવી વૈશ્વિક ખ્યાતિ ધરાવતી શિક્ષણ સંસ્થાઓમાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા રૂષિ 2015થી બ્રિટનની રાજનીતિમાં સક્રિય છે. અગાઉ બ્રિટિશ નાણામંત્રીના મુખ્ય સહાયક તરીકે ચીફ ટ્રેઝરરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે.

સુનકના પિતા ડોક્ટર છે અને તેમની માતા કેમિસ્ટ છે. સુનકે 2009માં અગ્રણી ભારતીય આઈટી કંપનીના સહસ્થાપક નારાયણમૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના યુવા નેતા તરીકે રૂષિ વડાપ્રધાન બોરિસ જ્હોનસનના વિશ્વાસુ મનાય છે. ચૂંટણીપ્રચારમાં તેમને મહત્વની જવાબદારી સોંપાયા બાદ બ્રેક્ઝિટ અંગેના વિભાગો પણ રૂષિ સંભાળી રહ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post