• Home
  • News
  • ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયરની હત્યા:કારમાં આવેલા હુમલાખોરોએ ટુર્નામેન્ટમાં આડેધડ 20 ફાયરિંગ કર્યાં, મેચ સમયે થયેલા ઝઘડા બાદ આ ઘટના બની
post

સંદીપ નંગલ બે-ત્રણ વર્ષથી MLK નામથી એક કબડ્ડી ફેડરેશન ચલાવી રહ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-15 12:18:54

પંજાબના જાલંધરના નકોદરના મલ્લિયાં કલાં ગામમાં ચાલી રહેલી ટુર્નામેન્ટ સમયે સોમવારે ઈન્ટરનેશનલ કબડ્ડી પ્લેયર સંદીપ નંગલની ફાયરિંગ કરીને હત્યા કરી નાંખી છે. આ ઘટના બને તેના થોડા સમય અગાઉ મેચ સમયે વિવાદ થયો હતો. આ સાથે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો તેણે જ એક શૂટરને બોલાવ્યો હતો. ગોળી લાગ્યા બાદ આયોજક સંદીપને તાત્કાલિક એક પ્રાઈવેટ હોસ્પિટલ જઈ જવામાં આવ્યો હતો, જ્યા તેનું મોત થયું હતું. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોર સફેદ રંગની કારમાં આવ્યો હતો.

તેને સંદીપ ઉપર ફાયરિંગ કર્યું હતું અત્યાર બાદ કારમાં ભાગી ગયો હતો. હુમલો કરનારે આશરે 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવી છે. અત્યારે આ ઘટના પાછળના દોષિત અંગે વધુ માહિતી મળી શકી નથી.

મેચ સમયે ઝઘડો થયો હતો
ઘટના સ્થળે કેટલાક લોકોએ માહિતી આપી હતી કે મેચ સમયે સંદીપનો કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. અને સ્થિતિ મારઝૂડ સુધી પહોંચી ગઈ હતી. જોકે બાદમાં આયોજકો તથા અન્ય કેટલાક લોકો વચ્ચે પડતા સ્થિતિને શાંત કરવામાં આવી હતી. આ ઘટના થયાના થોડી વાર બાદ કારમાં ત્યાં એક વ્યક્તિ ત્યાં પહોંચી હતી અને તેણે સંદીપ ઉપર આડેધડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ બાદ ભારે અફરા-તફરી સર્જાઈ હતી
સ્વિફ્ટ ગાડીમાં આવેલા લોકો જેવા ટૂર્નામેન્ટ સમયે ફાયરિંગ થવા લાગ્યું તે સાથે જ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. લોકો ગ્રાઉન્ડમાંથી નિકળીને ભાગી રહ્યા હતા. કોમેન્ટ્રેટરે પણ જાહેરાત કરી કે જેમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં ભાગી જાઓ. જ્યારે હુમલાખોર તેની ગાડીમાં ભાગી ગયો તો જોયું તો સંદીપના માથામાં ગોળીઓ વાગી હતી. આ ઘટના સમયે અન્ય બે લોકોને પણ ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ ટુર્નામેન્ટ બંધ કરવામાં આવી હતી.

આ ઘટના પ્રત્યે કબડ્ડી પ્રેમીઓમાં ભારે ગુસ્સો
ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. નંગલની હત્યાથી કબ્બડી પ્રેમીઓમાં ભારે ગુસ્સો છે. જાલંધરમાં ક્રાઈમ સતત વધી રહ્યો છે અને પોલીસ તેને અટકાવવામાં નિષ્ફળ રહી છે. ​​​​​

કબડ્ડી ફેડરેશન ચલાવી રહ્યા હતા MLK
સંદીપ નંગલ બે-ત્રણ વર્ષથી MLK નામથી એક કબડ્ડી ફેડરેશન ચલાવી રહ્યો હતો. તેમા પંજાબના અનેક જાણીતા ખેલાડી જોડાયેલા છે. આ ફેડરેશન અનેક ટુર્નામેન્ટનું આયોજન કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post