• Home
  • News
  • પેડી અપ્ટોનનું મોટું નિવેદન, જો IPL નહીં રમાય તો ભારતના ઘણા યુવા ક્રિકેટર્સને થશે આ રોગ!
post

ભારતીય ક્રિકેટમાં મેન્ટલ કન્ડિશનિંગ કોચ તરીકે પેડીનું પ્રભુત્વ ઘણું રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:20:39

નવી દિલ્લી: ભારતીય ટીમના કોચિંગ સ્ટાફ તરીકેની ભૂમિકા અદા કરી ચૂકેલા પેડી અપ્ટોનનું માનવું છે કે જો ચાલુ વર્ષે કોરોના વાઇરસના કારણે આઇપીએલ ટી૨૦ લીગનું આયોજન થશે નહીં તો ઘણા યુવા ટેલેન્ટેડ ખેલાડી એન્ઝાઇટી અને ડિપ્રેશનના શિકાર બની શકે છે.


ભારતીય ક્રિકેટમાં મેન્ટલ કન્ડિશનિંગ કોચ તરીકે પેડીનું પ્રભુત્વ ઘણું રહ્યું છે અને તે ૨૦૧૧માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મેન્ટલ કન્ડિશનિંગ કોચ પણ હતા. લોકડાઉનના વર્તમાન સમયમાં ખેલાડીઓની માનસિક સ્થિતિ તથા તેના ઉપચાર અંગે અપ્ટોને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અચાનક આટલો લાંબો બ્રેક આવી જવાના કારણે માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ વિશ્વભરના લોકોમાં તનાવ, ચિંતા તથા અસલામતીની ભાવના વધશે. તમામને અત્યારે પ્રોફેશનલી તથા ફાઇનાન્સના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ કપરી સ્થિતિમાં એથ્લેટ્સ જો ક્રિકેટ ઉપરાંત બીજી કોઇ રમતમાં રસ લેશે તો તેઓ આસાનીથી બહાર આવી શકે છે પરંતુ જો માત્ર ક્રિકેટ ઉપર જ ધ્યાન આપે છે તો તેમની ચિંતાનો વધી જશે તે ચોક્કસ છે.


આઇપીએલ ના રમાય તો ભારતના ડોમેસ્ટિક ક્રિકેટમાં ચિંતા અને ડિપ્રેશન વધી શકે છે તેના સંદર્ભમાં અપ્ટોને જણાવ્યું હતું કે આઇપીએલ ક્રિકેટર્સ માટે એક મોટું આયોજન તથા સોનાનાં ઇંડાં આપતી મરઘી છે તે સ્વાભાવિક છે. આ લોકડાઉનના સમયમાં જ્યારે કોઇ સ્વસ્થ તથા સામાન્ય વ્યક્તિ પોતાના અંગે વધારે વિચારે છે તો તેમાં માત્ર રમતવીરોમાં જ નહીં પરંતુ કોઇનામાં પણ આ ચિંતાઓ વધવી તે સામાન્ય છે. મારી તમામને સલાહ છે કે આ સામાન્ય ખતરા અંગે વધારે વિચારવા કરતાં બીજા લોકો ઉપર ધ્યાન આપીને તેમની ચિંતાઓ કરે. આ સમયમાં અન્ય બાબતો ઉપર પણ ફોકસ કરવાની જરૂર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post