• Home
  • News
  • IPL 2021 RR vs PK: નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે રાજસ્થાન, પંજાબ કિંગ્સ સામે ટક્કર
post

IPL 2021: આઈપીએલના ચોથા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. તો પંજાબ કિંગ્સ આ વખતે પોતાનું નામ બદલીને મેદાનમાં ઉતરશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 12:15:06

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 14) ની 14મી સીઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને પંજાબ કિંગ્સ (Punjab Kings) વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને હશે. બ્રાન્ડિંગની સાથે-સાથે નવા ચહેરા લઈને પંજાબની ટીમ પ્રથમવાર ટાઇટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. પંજાબની ટીમે આ સીઝનમાં પોતાની ટીમનું નામ બદલી પંજાબ કિંગ્સ કરી દીધુ છે તો રાજસ્થાન રોયલ્સની ટીમ નવા કેપ્ટન સંજુ સેમસનની આગેવાનીમાં ઉતરશે. પંજાબની બેટિંગ મજબૂત જોવા મળી રહી છે. રાજસ્થાન રોયલ્સને જોફ્રા આર્ચરની ખોટ પડશે, જે ઈજાને કારણે શરૂઆતી મેચમાં રમશે નહીં. 

બીજીતરફ રાજસ્થાન રોયલ્સ પણ નવા ખેલાડી સાથે આવી છે. નવા કેપ્ટન પાસે ટીમને ઘણી આશા છે. ટીમમાં ક્રિસ મોરિસ જેવો ઓલરાઉન્ડર છે. તો બેન સ્ટોક્સ અને જોસ બટલર પાસે ટીમને મોટી આશા હશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો રોમાંચક રહે તેવી આશા છે. પંજાબ પ્રથમ મેચમાં ક્રિસ ગેલને અંતિમ ઇલેવનમાં સ્થાન આપે છે કે નહીં તે જોવાનું રહેશે. 

સંભવિત ઇલેવન
રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જાયસવાલ, સંજૂ સેમસન, શિવમ દુબે, બેન સ્ટોક્સ, રિયાન પરાહ, રાહુલ તેવતિયા, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી/જયદેવ ઉનડકટ, મુસ્તફિઝુર રહમાન. 

પંજાબ કિંગ્સ
કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, શાહરૂખ ખાન, દીપક હુડ્ડા, ઝાય રિચર્ડસન, ક્રિસ જોર્ડન, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી. 

પિચ રિપોર્ટ અને હવામાનની જાણકારી
વાનખેડે સ્ટેડિયમની પિચ એકવાર ફરી મોટા સ્કોરની રાહ જોઈ રહી છે. ચેન્નઈ અને દિલ્હીની મેચમાં પણ હાઈ સ્કોરિંગ જોવા મળી હતી. બેટિંગ માટે અનુકૂળ પિચ સાંજે ઝાકળના સમયે વધુ સપાટ હશે. અહીં ટીમ ટોસ જીતીને બીજી બેટિંગ કરવાનું પસંદ કરશે. 

મેચનું સીધુ પ્રસારણ
ભારતીય સમયાનુસાર મુકાબલાનું સીધુ પ્રસારણ સાંજે 7.30 કલાકે શરૂ થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post