• Home
  • News
  • IPL 2021 કોણ પહોંચશે પ્લેઓફમાં?:ત્રણ ટીમો કન્ફર્મ, ચોથા સ્થાન માટે જોરદાર ટક્કર; કોલકાતા-રાજસ્થાન રેસમાં; પંજાબ-મુંબઈ લગભગ બહાર
post

KKR પ્લેઓફમાં પહોંચવા માટે સૌથી મજબૂત દાવેદાર છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-06 10:31:20

IPL 2021 બીજો પાર્ટ ખૂબ જ રોમાંચક સ્થિતિમાં આવી ગયો છે. પ્લેઓફ માટે હજી પણ ચોથી ટીમ મળી શકી નથી. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ત્રણ ટીમો તો કન્ફર્મ છે. પ્લેઓફ માટે ચોથી ટીમ કઈ હોઈ શકે છે: ચોથા સ્થાને પહોંચવા માટે કયા-કયા સમીકરણ છે? આવો તમને જણાવીએ.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
KKR પ્લેઓફની સાથે સાથે ચોથા નંબર પર પહોંચવા માટે સૌથી મજબૂત દાવેદાર છે. હૈદરાબાદ સામેની જીત બાદ ટીમના 12 પોઇન્ટ છે. ટીમનો રન રેટ પણ સારો છે. જો કોલકાતા પોતાની છેલ્લી મેચમાં રાજસ્થાનને હરાવે છે તો તે સરળતાથી પ્લે-ઓફમાં પહોંચી જશે, પરંતુ જો તેને રાજસ્થાન સામે હારનો સામનો કરવો પડે તો તેણે પ્રાર્થના કરવી પડશે કે રાજસ્થાનના 12 પોઈન્ટસ ન થાય. સાથે જ મુંબઈ રાજસ્થાનને હરાવે અને તેમની છેલ્લી મેચમાં મુંબઈ હૈદરાબાદ સામે હારી જાય. એવામાં કોલકાતા સારા રન રેટના કારણે 12 પોઇન્ટ્સ સાથે ક્વાલીફાઈ થઈ જશે.

પંજાબ કિંગ્સ (PBKS)
પ્લે-ઓફમાં પહોંચવા માટે પંજાબ કિંગ્સે પહેલા તો ચેન્નઈ સામે પોતાની છેલ્લી મેચ જીતવી પડશે. જો તે આ મેચ જીતી જશે, તો તેને 12 પોઇન્ટ મળશે. તેની સાથે જ તેણે પ્રાર્થના કરવી પડશે કે કોલકાતા નાઈટ રાઈડર્સ રાજસ્થાન રોયલ્સ સામે ખરાબ રીતે હારી જાય. ઉપરાંત, ટોપ -3 સિવાય અન્ય કોઈ ટીમના 14 પોઈન્ટ ન હોવા જોઈએ. જ્યારે, પંજાબને ચેન્નઈ સામે ઓછામાં ઓચા 70 રનથી મેચ જીતવી પડશે અને કોલકાતાને રાજસ્થાન સામેની મેચ 70 કે તેથી વધુ રનથી હારવી પડશે. ત્યારે જ પંજાબ પ્લે-ઓફમાં પહોંચી શકે છે.

રાજસ્થાન રોયલ્સ (RR)
રાજસ્થાન રોયલ્સે પ્લે-ઓફમાં પહોંચવા માટે તેની છેલ્લી બંને મેચ જીતવી જરૂરી છે. જ્યારે, મુંબઈ અને કોલકાતાએ પોતપોતાની મેચ હારવી પડશે. જો રાજસ્થાન કોઈ મેચ જીતે તો તેણે પોતાનો નેટ રન રેટ સુધારવો પડશે. ઉદાહરણ તરીકે, જો તેઓ મુંબઈ સામે 1 રનથી હારી જાય તો તેણે કોલકાતાને 75 રનથી હરાવવું પડશે. આવી સ્થિતિમાં, 12 પોઇન્ટ સાથે પણ પ્લે-ઓફમાં પહોંચવાની આશા બની રહેશે.

મુંબઈ ઇન્ડિયન્સ (MI)
મુંબઈ અને રાજસ્થાન રોયલ્સનું સમીકરણ સમાન છે. બંને ટીમોનો નેટ રન-રેટ ઘણો નબળો છે. મુંબઈએ પોતાની છેલ્લી બે મેચ પણ જીતવી પડશે. જ્યારે, જો કોલકાતા રાજસ્થાનણે હરાવે છે, તો તેના 14 પોઇન્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં મુંબઈએ બંને મેચ 200 રનના અંતરથી જીતવી પડશે. ત્યારે જ રોહિતની સેના પ્લે-ઓફમાં પહોંચી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post