• Home
  • News
  • IPL 2021: વર્ષો બાદ ધોનીએ પોતાના ફેવરિટ ખેલાડીને ટીમની બહાર કાઢ્યો
post

રૈનાએ અત્યાર સુધી આઇપીએલ 2021ની 12 મેચમાં 160 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ માત્ર 20ની આસપાસ રહી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-05 10:49:04

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં એમએસ ધોનીએ યલો આર્મીના મહત્ત્વના સભ્ય રહી ચૂકેલા ખેલાડીને ચેન્નાઇ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવનમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ સુરેશ રૈનાની જે મિસ્ટર આઈપીએલતરીકે જાણીતો છે. જેને 4 ઓક્ટોબરે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં મેદાનમાં ઉતરી શક્યો નહતો.

ચેન્નઈ સુપર કિંગ્સના સીનિયર ખેલાડી સુરેશ રૈના છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. આઈપીએલ 2021ના પ્રથમ તબક્કામાં પણ રૈના પોતાના બેટથી ખાસ કંઈ કરી શક્યો નહોતો અને બીજા તબક્કામાં પણ રૈના પોતાને સાબિત કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તે CSK માટે સૌથી મોટી નબળાઈ બની ગયો છે. આઇપીએલ 2021માં ચેન્નઈએ રાજસ્થાન રૉયલ્સ સામે જીતેલી મેચ હારી ગયુ. ઋતુરાજ ગાયકવાડની સદી બાદ પણ ધોનીની ટીમ આ મેચ 7 વિકેટે હારી ગઈ હતી. આ મેચમાં રૈના ફરી એક વખત ફ્લોપ રહ્યો. રૈના માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રૈનાએ અત્યાર સુધી આઇપીએલ 2021ની 12 મેચમાં 160 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ માત્ર 20ની આસપાસ રહી છે.

ખરાબ ફોર્મમાં રૈના

આઇપીએલ 2021ના બીજા તબક્કાની વાત કરીએ તો સુરેશ રૈના સતત ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. બીજા ચરણમાં તેનું બેટ શાંત રહ્યું. તેણે મુંબઇ વિરૂદ્ધ 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. આવામાં રૈાનાનું સતત ફ્લોપ રહેવું, સીએસકે માટે ખુબ જ મોટી નબળાઇ સાબિત થઇ રહ્યું છે. જેના કારણે તેને ટીમથી બહાર કરવાની માગ થઇ રહી છે.

શું આ સિઝન બાદ રૈના સંન્યાસ લેશે?

34 વર્ષીય સુરેશ રૈનાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્યારે સંન્યાસની ઘોષણા કરી જ્યારે ધોનીએ ક્રિકટને અલવિદા કહ્યું હતું. એવી પણ ખબર છે કે આ સિઝન ધોનીની છેલ્લી આઇપીએલ હશે, રૈના માટે પણ વસ્તુ ઠીક નથી ચાલી રહી આવામાં સુરેશ રૈના સિઝન સમાપ્ત થતા આઇપીએલથી પણ સંન્યાસની ઘોષણા કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post