• Home
  • News
  • IPL auction 2021: સ્ટીવ સ્મિથ આ વર્ષે દિલ્હી કેપિટલ્સમાં, જાણો કેટલા રૂપિયામાં વેચાયો
post

સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 12:29:29

ચેન્નઈઃ ચેન્નઈમાં આઈપીએલ 2021ની સીઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. આજે શરૂ થયેલી હરાજીમાં સ્ટીવ સ્મિથ દિલ્હી અને બેંગલુરૂએ બોલી લગાવી હતી. 

સ્મિથ આ વખતે દિલ્હી કેપિટલ્સમાં
સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્મિથની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. જેને દિલ્હીએ 2.20 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મહત્વનું છે કે સ્મીથ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો પણ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. સ્મિથને આ વખતે મોટુ નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ તેને 12.50 કરોડ આપતી હતી.