• Home
  • News
  • કોરોના: આયરલેન્ડના PMએ કર્યું એવું કામ કે આખી દુનિયામાં વખાણ, ભારત સાથે ખાસ કનેકશન
post

આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકર સાત વર્ષ સુધી ડૉકટર રહી ચૂકયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 11:14:54

આયરલેન્ડ : ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસને હરાવા માટે દરેક લોકો કોશિષમાં લાગી ગયા છે. કોવિડ-19ની વિરૂદ્ધ આ લડાઇમાં આયરલેન્ડથી જે તસવીર સામે આવી છે તે ખરેખર વખાણવાલાયક છે. અહીં કોરોનાથી સંક્રમિત દર્દીઓની દેખભાળ કરવા માટે ખુદ પીએમ લિયો વરાડકર ઉતર્યા છે. લિયો વરાડકરે કોરોના પીડિતોની સારવાર માટે એક વખત ફરીથી ડૉકટર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેઓ એક સપ્તાહ સુધી કોરોના દર્દીઓની સારવાર કરશે.

આપને જણાવી દઇએ કે આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકર સાત વર્ષ સુધી ડૉકટર રહી ચૂકયા છે. રાજકારણમાં આવ્યા તે પહેલાં તેઓ ડબલિનમાં સેન્ટ જેમ્સ હોસ્પિટલ અને કોનોલી હોસ્પિટલમાં એક જુનિયર ડૉકટર તરીકે કામ કરી ચૂકયા છે.


ભારતીય મૂળના PM લિયો વરાડકર : 


ઉલ્લેખનીય છે કે લિયો વરાડકર મૂળ ભારતીય છે અને તેઓ મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે. મુંબઇથી 500 કિલોમીટર દૂર માલવન જિલ્લાના વરાડ ગામના મૂળ છે. તેમના પિતા અશોક વરાડકર પણ વ્યવસાયે ડૉકટર હતા અને 1960ની સાલમાં તેઓ બ્રિટનમાં જઇ વસ્યા હતા.


આયરલેન્ડમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આયરલેન્ડમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 5000થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. કોરોનાના વધતા સંક્રમણને જોતા પીએમ લિયો વરાડકરને એક વખત પોતાને ફરીથી આ વ્યવસાય સાથે જોડી લીધા છે. આયરિશ પીએમ કાર્યાલયના મતે પ્રધાનમંત્રી લિયો આવતા એક સપ્તાહ સુધી કોરોનાના દર્દીઓની સારવાર કરશે.


પ્રધાનમંત્રી કાર્યાલયની તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે લિયોના પરિવારના કેટલાંય સભ્ય અને મિત્રો પણ તેમની સાથે જોડાયા છે. તેઓ કોરોના પીડિતો માટે પોતાની નાનકડી મદદ કરવા માંગે છે. આયરલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી સાઇમન હેરિસે કહ્યું કે અમે દેશમાં એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં અમે એ લોકોને એક વખત ફરીથી ડૉકટર્સના વ્યવસાય સાથે જોડવા માંગીએ છીએ જેમણે આ વ્યવસ્થાને કોઇ કારણોસર છોડી દીધો હતો. કહેવાય છે કે સરકારના આ પ્રયાસથી અત્યાર સુધીમાં 70000થી વધુ લોકો તેમની સાથે જોડાઇ ચૂકયા છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post